Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અખાત્રીજે સાબરકાંઠાના ખેડૂતોએ ખેડાણનું મુહૂર્ત કર્યું:હિંમતનગર સહિત જિલ્લામાં પરંપરાગત રીતે કૃષિ કાર્યનો પ્રારંભ

    4 days ago

    હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રવિવારે અખાત્રીજના શુભ અવસરે ખેડૂતોએ ખેતરમાં ખેડાણ શરૂ કરવાનો શુભ મુહૂર્ત કર્યો હતો. આ સાથે નવા કૃષિ વર્ષની શરૂઆત થઈ છે. હિંમતનગરના બેરણા સહિતના ગામોમાં વહેલી સવારે ખેડૂતોએ પરંપરાગત રીતે ખેતરમાં જઈ કૃષિ કાર્યની શરૂઆત કરી હતી. આ શુભ દિવસે ખેડૂતોએ પોતાના બળદ અને ટ્રેક્ટરને કંકુ તિલક કરી પૂજન અર્ચન કર્યું હતું. ત્યારબાદ ખેતરમાં હળ ચલાવીને વિધિવત રીતે ખેતીના કામનો પ્રારંભ કર્યો હતો. ગામડાઓમાં આ પ્રસંગે ધાર્મિક અને પરંપરાગત વાતાવરણ જોવા મળ્યું હતું. ખેડૂતો હવે આજથી ખેતીના કામમાં વ્યસ્ત બનશે. હાલના સમયમાં અસહ્ય ગરમી હોવા છતાં ખેડૂતોએ ખેતરની તૈયારી શરૂ કરી છે. ખેતરને તપાવ્યા બાદ ચોમાસાની શરૂઆત થતા વાવણી સહિતની કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવશે. અખાત્રીજના દિવસે કૃષિ કાર્ય શરૂ કરવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને ખેડૂત સમુદાય માટે આ દિવસ ખાસ મહત્વ ધરાવે છે.
    Click here to Read More
    Previous Article
    પાણીની લૂંટ ને પોલીસનો લાઠીચાર્જ, ઉધના રેલવે સ્ટે. પર અફરાતફરી:મહિલાઓ અણીદાર બેરીકેડ કુદી અને લોકો બેભાન થયા, બાળકોની ચીસો નીકળી, 8000થી વધુ મુસાફરો સામે બે ટ્રેન
    Next Article
    ગતવર્ષની તુલનાએ સોનાના ભાવ બમણા:રાજકોટમાં અખાત્રીજનાં મુહૂર્તને સાચવવા માટે લોકો હોંશભેર ખરીદી કરતા જોવા મળ્યા, ગતવર્ષની તુલનાએ ઘરાકી ઓછી હોવાનો વેપારીઓનો મત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment