Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થોડીવારમાં ખુલશે ગંગોત્રી-યમુનોત્રીના કપાટ:માતા ગંગા- યમુનાની પાલખીઓ ધામમાં પહોંચી; બાબા કેદારની પાલખી પણ ઉખીમઠથી રવાના

    10 hours ago

    ઉત્તરાખંડમાં આજથી ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ થોડીવારમાં ખુલશે. કેદારનાથની પાલખી પણ આજે તેના શિયાળુ સ્થાન, ઉખીમઠથી કેદારનાથ માટે રવાના થઈ છે. સવારે 8 વાગ્યે ઉત્તરકાશી જિલ્લાના શિયાળુ ગાદી સ્થળ ખરસાલીથી મા યમુનાની ઉત્સવ પાલખી, સમેશ્વર દેવતાની આગેવાની હેઠળ યમુનોત્રી ધામ માટે રવાના થઈ હતી. આ દરમિયાન ગ્રામજનોએ ભીની આંખો અને જયઘોષ સાથે પોતાની આરાધ્ય દેવીને વિદાય આપી. જ્યારે ગંગોત્રીની પાલખી ગઈકાલે જ તેના શિયાળુ ગાદી સ્થળ મુખબાથી રવાના થઈ ચૂકી હતી જે આજે સવારે 9 વાગ્યે તેના ધામમાં પહોંચી ગઈ હતી, અહીં હવન પૂજન કરવામાં આવ્યું હતું. બપોરે 12 વાગ્યે ને 15 મિનિટે ધામના કપાટ ખોલવામાં આવશે. આ દરમિયાન અહીં સીએમ ધામી પણ હાજર રહેશે જે પીએમ નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા કરાવશે. આ તરફ, આજે સવારે જ માતા યમુનાની પાલખી ખરસાલીથી નીકળી ગઈ છે, જે 5 કિલોમીટરના સીધા ચઢાણ પછી યમુનોત્રી ધામ પહોંચી છે, ત્યારબાદ બપોરે લગભગ 12:35 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવશે. ચાર ધામ યાત્રા સાથે જોડાયેલી પળ-પળની અપડેટ માટે લાઈવ બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Goa’s Sadhvi Satish Sail crowned Miss India World 2026
    Next Article
    ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી, પોલીસનો લાઠીચાર્જ:બીજી ટ્રેન આવતા ભીડ બેકાબૂ, પોલીસ સંભાળી ન શકી; 8000થી વધુ મુસાફરો સામે માત્ર બે ટ્રેન

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment