Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી, પોલીસનો લાઠીચાર્જ:બીજી ટ્રેન આવતા ભીડ બેકાબૂ, પોલીસ સંભાળી ન શકી; 8000થી વધુ મુસાફરો સામે માત્ર બે ટ્રેન

    12 hours ago

    ઉનાળાના વેકેશનની શરૂઆત થતા જ સુરતમાં વસતા પરપ્રાંતીયોએ વતન તરફ દોટ મૂકી છે, જેના કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મુસાફરો છેલ્લા 16 કલાકથી ભૂખ્યા-તરસ્યા 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ભીડ એટલી હદે વધી ગઈ છે કે તેને કાબૂમાં લેવામાં પોલીસના પણ પરસેવા છૂટી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, 8000થી વધુ મુસાફરોની સામે માત્ર બે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. અસહ્ય ગરમી અને ગૂંગળામણને કારણે લાઈનમાં ઊભેલા બે મુસાફરો બેભાન થઈ ગયા હોવાના અહેવાલ છે. તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે લોકો એકબીજાના હાથમાંથી પાણીની બોટલો લૂંટતા હોય તેવા ભયાનક દૃશ્યો સામે આવ્યા હતા. આ ભીડમાં એક હૃદયદ્રાવક કિસ્સો પણ જોવા મળ્યો હતો, જેમાં એક યુવક પોતાની પત્નીની અસ્થિઓ હાથમાં લઈ કલાકો સુધી ટ્રેનમાં ચઢવા માટે આમતેમ રઝળતો રહ્યો હતો. હાલમાં પણ રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ છે. રેલવે સ્ટેશનની ભયાનક સ્થિતિ દર્શાવતી તસવીરો ઉધના સ્ટેશન પર અરાજકતા પાછળના 4 મુખ્ય કારણો 1. સમર વેકેશનની શરૂઆત શાળાઓમાં વેકેશન પડતા જ હજારો પરિવારો પોતાના વતન જવા નીકળ્યા છે. સુરતમાં વસતા લાખો પરપ્રાંતીય શ્રમિકો માટે આ સમય વતન જવાનો મુખ્ય સમય હોય છે, જેના કારણે સ્ટેશન પર ક્ષમતા કરતા અનેકગણી ભીડ એકઠી થઈ છે. 2. લગ્નસરાની સિઝન ઉનાળાની સાથે અત્યારે લગ્નની સીઝન પણ પૂરબહારમાં ખીલી છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં જનારા મુસાફરોમાં એવા લોકોની સંખ્યા મોટી છે, જેઓ લગ્ન પ્રસંગોમાં હાજરી આપવા જઈ રહ્યા છે. આના કારણે મુસાફરો પાસે સામાનનો જથ્થો પણ વધુ જોવા મળી રહ્યો છે. 3. ગેસ સિલિન્ડરની અછત એક તરફ રેલવે સ્ટેશન પર ગરમીનો પ્રકોપ છે, તો બીજી તરફ શહેરમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે શ્રમિક પરિવારોની મુશ્કેલી વધી છે. ખાવા-પીવાની વ્યવસ્થા ખોરવાતા લોકો વહેલી તકે વતન પહોંચવા માટે ઉતાવળા બન્યા છે. 4. અપૂરતી ટ્રેન સુવિધા (માત્ર બે ટ્રેન) સૌથી મોટું કારણ રેલવે તંત્રનું મર્યાદિત આયોજન છે. લાખોની ભીડ સામે દર રવિવારે માત્ર બે અનઆરક્ષિત (Unreserved) ટ્રેનો દોડાવવામાં આવે છે. આટલી ઓછી ટ્રેનોમાં લાખો લોકો સમાઈ શકતા નથી, પરિણામે લોકો જીવના જોખમે ટ્રેનમાં ચઢવા મથામણ કરે છે અને 16-16 કલાક સુધી લાઈનમાં ઊભા રહે છે.
    Click here to Read More
    Previous Article
    થોડીવારમાં ખુલશે ગંગોત્રી-યમુનોત્રીના કપાટ:માતા ગંગા- યમુનાની પાલખીઓ ધામમાં પહોંચી; બાબા કેદારની પાલખી પણ ઉખીમઠથી રવાના
    Next Article
    5 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી:અમદાવાદ, ગાંધીનગર સહિત 5 શહેરમાં તાપમાન 41 °Cને પાર, 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment