Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ભાજપ ઉમેદવાર જયરાજસિંહ જાડેજા:યુવક સાથે બોલાચાલી: "તારો મત નથી જોતો"

    4 days ago

    જામનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 2 માંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ભાજપના ઉમેદવાર જયરાજસિંહ જાડેજા અને એક સ્થાનિક યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં ઉમેદવારે યુવકને "તારો મત નથી જોતો" તેમ કહી દીધું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના જામનગર શહેરના વોર્ડ નંબર 2 માં બની હતી, જ્યાં ભાજપના ઉમેદવાર જયરાજસિંહ જાડેજા તેમના સાથી ઉમેદવારો અને સમર્થકો સાથે જનસંપર્ક અને પ્રચાર માટે નીકળ્યા હતા. આ દરમિયાન એક સ્થાનિક યુવકે કોઈ કામ કે પ્રશ્ન બાબતે રજૂઆત કરતા વાતાવરણ તંગ બન્યું હતું. વાયરલ વીડિયો મુજબ, વાતચીત દરમિયાન મામલો એટલો બિચક્યો કે ઉમેદવાર જયરાજસિંહ જાડેજાએ ઉશ્કેરાઈને કહ્યું કે, "બધાય કામ પૈસાથી જ કરાવી લેવાય, તારો મત નથી જોતો." સામે યુવકે પણ જવાબ આપ્યો હતો કે, "તે કરાવી લેશું." ઉમેદવારે વળતો પ્રહાર કરતા કહ્યું કે, "કરાવી જ લેવાય, સાંભળ તારો મત નથી જોતો અને હું કોન્ટ્રાક્ટર નથી. એનો કોન્ટ્રાક્ટર કોણ છે મને શું ખબર? તને બધી ખબર જ છે." ચૂંટણી ટાણે જ ઉમેદવાર દ્વારા "મત નથી જોતો" તે પ્રકારનું નિવેદન આપતા રાજકીય આલમમાં અને સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે. વિકાસના કામો અને કોન્ટ્રાક્ટર બાબતે થયેલી આ બોલાચાલીનો વીડિયો હાલ જામનગરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન-અમેરિકા વચ્ચે આરપારની જંગ:ટ્રમ્પે કહ્યું- ઈરાનની બ્લેકમેલિંગ નહીં ચાલે, પલટવારમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ કર્યું
    Next Article
    ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી, પોલીસનો લાઠીચાર્જ:લોકો એકબીજા પર પડ્યાં, મહિલાઓ પણ બેરિકેડ કૂદી; બે લોકો બેભાન; 8000થી વધુ મુસાફરો સામે માત્ર બે ટ્રેન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment