Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે પરશુરામ જયંતિ:પાયામાં જ અસત્યના બીજ હશે તો જીત ક્યારેય 'અક્ષય' નહીં રહે, પરશુરામ-કર્ણની વાર્તા પરથી શીખો જીવનનો બોધપાઠ

    4 days ago

    આજે વૈશાખ સુદ તૃતીયા એટલે કે અખાત્રીજ. આ દિવસ માત્ર વણજોયા મુહૂર્ત કે સોનાની ખરીદી માટે જ નહીં, પરંતુ શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની જન્મજયંતિ તરીકે પણ વિશેષ મહત્વ ધરાવે છે. પરશુરામજીના જીવનના અનેક કિસ્સાઓ છે, પરંતુ મહાભારતના પાત્ર કર્ણ સાથે જોડાયેલી એક કથા આજે પણ આપણને જીવન વ્યવસ્થાપનના અમૂલ્ય પાઠ શીખવે છે. જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ માટે કર્ણે લીધો જૂઠાણાનો આશરો સૂતપુત્ર તરીકે ઉછરેલા કર્ણમાં એક મહાન યોદ્ધા બનવાની તીવ્ર ઈચ્છા હતી. તે જાણતો હતો કે ભગવાન પરશુરામ જ તેને સર્વશ્રેષ્ઠ ધનુર્વિદ્યા શીખવી શકે તેમ છે, પરંતુ પરશુરામજી માત્ર બ્રાહ્મણોને જ શસ્ત્રવિદ્યાની દીક્ષા આપતા હતા. વિદ્યા મેળવવાના અતિ ઉત્સાહમાં કર્ણ એક મોટી ભૂલ કરી બેઠો – તેણે પોતાની ઓળખ બ્રાહ્મણ તરીકે આપી અને પરશુરામજીના શિષ્ય તરીકે આશ્રમમાં સ્થાન મેળવ્યું. ગુરુ ભક્તિ અને પીડાની પરાકાષ્ઠા કર્ણ એક તેજસ્વી અને સમર્પિત શિષ્ય સાબિત થયો. એક દિવસ પરશુરામજી કર્ણના ખોળામાં માથું રાખીને નિદ્રાધીન હતા. તે સમયે એક ઝેરી જીવડું (ભમરો) કર્ણની જાંઘ પર ડંખ મારવા લાગ્યું. અસહ્ય વેદના થવા છતાં અને લોહીની ધારાઓ વહેવા છતાં કર્ણ સહેજ પણ હલ્યો નહીં, કારણ કે તેને ડર હતો કે તેની સામાન્ય હિલચાલથી ગુરુની નિદ્રામાં ભંગ પડશે. જ્યારે વહેતા લોહીના સ્પર્શથી પરશુરામજી જાગ્યા, ત્યારે તેમણે કર્ણની સહનશક્તિ જોઈને તુરંત ઓળખી લીધું કે આ કોઈ બ્રાહ્મણનું લોહી નથી. તેમણે કહ્યું, "આટલી અસીમ પીડા માત્ર ક્ષત્રિય જ સહન કરી શકે, બ્રાહ્મણ નહીં. તેં મને અંધારામાં રાખ્યો છે, તેં સત્ય છુપાવ્યું છે." શ્રાપ જે પતનનું કારણ બન્યો સત્યના આગ્રહી પરશુરામજીએ ક્રોધમાં આવી કર્ણને શ્રાપ આપ્યો: "જે વિદ્યા તેં જૂઠું બોલીને પ્રાપ્ત કરી છે, તેની જ્યારે તને સૌથી વધુ જરૂર હશે ત્યારે જ તું તેને ભૂલી જઈશ." કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે કર્ણનો રથ ફસાયો અને અર્જુન સામે તે જીવન-મરણની લડાઈ લડી રહ્યો હતો, ત્યારે આ શ્રાપને કારણે તે પોતાની બ્રહ્માસ્ત્ર જેવી દૈવી વિદ્યાનો ઉપયોગ કરી શક્યો નહીં અને તેનું પતન થયું. જીવન વ્યવસ્થાપન માટેના 4 મહત્વના બોધપાઠ 1. પાયો પ્રામાણિક હોવો જોઈએ: તમે ગમે તેટલી મહેનત કરો, પણ જો તમારા જ્ઞાન કે સફળતાનો પાયો જૂઠાણા પર હશે, તો તે કાયમી સુખ આપી શકશે નહીં. પ્રામાણિકતા એ સૌથી મોટી સંપત્તિ છે. 2. સાધ્ય જેટલું જ સાધન શુદ્ધ રાખો: ધ્યેય પ્રાપ્ત કરવાનો ઉત્સાહ સારો છે, પરંતુ તે મેળવવા માટેનો રસ્તો પણ એટલો જ પવિત્ર હોવો જોઈએ. ખોટા માર્ગે મેળવેલી જીત લાંબો સમય ટકતી નથી. 3. સમર્પણ અને ધીરજ: કર્ણનો પોતાના ગુરુ પ્રત્યેનો પ્રેમ અને પીડા સહન કરવાની શક્તિ અજોડ હતી. જીવનમાં સેવા અને સમર્પણ વ્યક્તિને મહાન બનાવે છે, પરંતુ તે સદ્ગુણો પણ જ્યારે અસત્ય સાથે જોડાય છે ત્યારે નિષ્ફળ જાય છે. 4. કર્મના સિદ્ધાંતથી કોઈ બચી શકતું નથી: આપણા કાર્યોના પરિણામો અનિવાર્ય છે. શુદ્ધ મન અને સાચા ઈરાદા સાથે કરેલા કાર્યો જ સમય આવ્યે આપણી રક્ષા કરે છે.
    Click here to Read More
    Previous Article
    ‘Remarkably courageous’: PM Modi speaks to Pawan Kalyan after Andhra deputy CM undergoes surgery
    Next Article
    'મને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે':મુકેશ ખન્નાએ કહ્યું- રણવીર સિંહને 'શક્તિમાન' નહીં બનવા દઉં, નવા ચહેરા માટે દેશભરમાં ઓડિશન લઈશ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment