Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્ની સાથેના આડા સંબંધની શંકાએ યુવકની હત્યા:ક્લચ વાયર વડે મિત્રને મોતને ઘાટ ઉતાર્યો; પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપ્યો

    12 hours ago

    મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં જૂના રામપુરા વિસ્તારમાં એક શ્રમિકની હત્યાના ચોંકાવનારા બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પત્ની સાથેના કથિત આડા સંબંધની શંકાએ એક મિત્રએ જ પોતાના સાથી શ્રમિકની ગળે ટૂંપો દઈને નિર્મમ હત્યા કરી નાખી હતી. ઊંઝા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. શું હતી ઘટના? મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને હાલ ઊંઝાના જૂના રામપુરામાં રહેતા મુકેશ ચોપારામ ભીલ (ઉં.વ. 34) એક તમાકુની વખારમાં મજૂરી કામ કરતા હતા. ગત 17 એપ્રિલના રોજ જ્યારે પરિવારના અન્ય સભ્યો ઉનાવા ગંજ બજારમાં કામ અર્થે ગયા હતા, ત્યારે મુકેશ ભીલ ઘરે એકલા હતા. સાંજે આશરે 5 વાગ્યાના સુમારે પરિવારને જાણવા મળ્યું હતું કે, મુકેશ તમાકુની વખારમાં મૃત હાલતમાં પડ્યા છે. પરિવારજનો ઘટનાસ્થળે પહોંચતાં મુકેશનો મૃતદેહ ગળે ટૂંપો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હત્યાનું કારણ: વહેમનું ઝેર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી દોલારામ ખુમારામ ભીલ (ઉં.વ. 31) અને મૃતક મુકેશ ભીલ બંને પરિચિત હતા. આરોપી દોલારામને લાંબા સમયથી શંકા હતી કેં મુકેશને તેની પત્ની સાથે અનૈતિક સંબંધો છે. આ બાબતે અવારનવાર બંને વચ્ચે તકરાર થતી હતી. આ વહેમના કારણે ઉશ્કેરાયેલા દોલારામે ક્લચ વાયર (ધાતુનો પાતળો વાયર) વડે મુકેશને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે, મૃતકના પરિવારે આ પ્રકારના કોઈપણ સંબંધો હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. પોલીસની ત્વરિત કાર્યવાહી ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગર રેન્જ IG વીરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા SP હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ ઊંઝા PI જે.પી. સોલંકી અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી દોલારામ ભીલને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી હત્યામાં વપરાયેલો ક્લચ વાયર પણ કબજે કર્યો છે. આ મામલે મૃતકના ભાઈ દિનેશ ઉર્ફે જીતુ ભીલની ફરિયાદના આધારે ઊંઝા પોલીસે આરોપી દોલારામ ભીલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આજે ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખૂલશે:ધામમાં પહોંચી મા ગંગાની ડોલી, ખરસાલીથી મા યમુનાની વિદાય; કૈલાસ માટે તૈયાર બાબા કેદાર
    Next Article
    'જેવા આવ્યા છો એવા અહીંયાથી નીકળી જાઓ':રામોલ- હાથીજણમાં ખાડાઓને લઈને ભાજપના ઉમેદવાર પર મહિલા વિફરી, '10 વખત કહ્યું છતાં કામ ના કર્યું'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment