Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો હુંકાર:‘દાદાગીરી કરશો તો અડધી રાતે ગાડીઓ લઈને આવીશું’, વીડિયો વાઈરલ થતાં રાજકીય માહોલ ગરમાયો

    4 days ago

    અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પૂરજોશમાં છે. આ દરમિયાન રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અસામાજિકતત્વોને જાહેરમાં ચેતવણી આપતાં ધારાસભ્યના આ નિવેદને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. શું છે સમગ્ર મામલો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દરેક પક્ષ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પ્રચારના ભાગરૂપે રાજુલા-જાફરાબાદ-ખાંભા વિસ્તારમાં ધારાસભ્ય હીરા સોલંકી ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ સંબોધી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવતા જાહેરમાં હુંકાર કર્યો હતો. તેમણે સભાને સંબોધતાં કહ્યું હતું કે, આપ સૌને કહેવા આવ્યો છું કે, જો કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો, અમે અડધી રાતે ગાડીઓ લઈને અહીં પહોંચી જઈશું. રાજકીય ગરમાવો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. આ નિવેદનને લઈને બે પ્રકારના સૂર ઉઠી રહ્યા છે: 26 એપ્રિલે મતદાનની અપીલ પોતાના સંબોધન દરમિયાન ધારાસભ્ય હીરા સોલંકીએ આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાજપના ઉમેદવારો માટે મત માંગતાં કહ્યું હતું કે, આપ સૌને વિનંતી કરું છું કે 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપીને આ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવો. ચૂંટણીનો સમય નજીક આવતા જ નેતાઓના આવા વાયરલ વીડિયો અને વિવાદાસ્પદ નિવેદનો સ્થાનિક રાજકારણમાં કેન્દ્રબિંદુ બન્યા છે, જેના કારણે મતદારોમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપે નીતિનકાકાને ખૂણામાં મૂકી દીધા-કડીમાં બળદેવજી ઠાકોર:રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર બાખડ્યા, સુરતમાં અલ્પેશ કથીરિયા સામે જનતાનો રોષ
    Next Article
    RTE માં અરજી કરવાની તારીખ 23 એપ્રિલ સુધી‎:પાટણમાં 106 અરજી રદ,1938 ને મંજૂરી; 895 બેઠક પર પ્રવેશ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment