Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રેઇટ ડ્રાઇવ:જ્યોતિષના જોષ...

    5 days ago

    અપૂર્વ ભટ્ટ વાત 1996ની છે. ટાઇટન કપ ત્રિકોણીય ક્રિકેટ સ્પર્ધા ભારતમાં યજમાન ભારત, ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે યોજાઈ હતી. 22 ઓક્ટોબર, 1996ના રોજ જયપુરના ‘સવાઈ મધોસિંહ સ્ટેડિયમ’ ખાતે આ સ્પર્ધા અંતર્ગત ભારત અને સાઉથ આફ્રિકાની વન ડે મેચ યોજાઈ. તેમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવ લઇ 249 રન બનાવ્યા. જવાબમાં ભારત 7 વિકેટ ગુમાવી માત્ર 222 રન બનાવી શક્યું અને સાઉથ આફ્રિકા આ મેચ 27 રનથી જીતી ગયું. મેચ પત્યા પછી બીજા દિવસે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ પિંક સિટી જયપુરનો પ્રખ્યાત હવા મહેલ જોવા ગયા. મહેલ જોઈને ખૂબ આશ્ચર્ય પામ્યા. આ હવા મહેલનાં ટેક્નિકલ પાસાંને બારીકાઈથી જોવામાં સાઉથ આફ્રિકાના યુવાન સુકાનીને ખૂબ રસ પડ્યો આથી તેના સાથી ખેલાડીઓ આગળ નીકળી ગયા. ખાસો એવો સમય હવામહેલને જોવા સમજવામાં વિતાવ્યા પછી આ સુકાની તેને મહેલ બતાવનાર ગાઈડ સાથે બહાર નીકળ્યો. તેણે ફૂટપાથ પર કૌતુકભર્યું દૃશ્ય જોયું. ફૂટપાથ પર એક ગામઠી પહેરવેશવાળો જ્યોતિષી પોપટનું પાંજરું લઈને બેઠો હતો. પોતાની સાથેના ગાઈડને આ બાબત પૂછતાં તેણે જણાવ્યું કે આ માણસ પોપટની મદદથી ભવિષયકથન કહે છે. આ સુકાનીને ખૂબ નવાઈ લાગી. આથી બંને આ જ્યોતિષી પાસે ગયા. સુકાનીએ પોતાનું ભવિષ્ય જાણવાની ઈચ્છા કરી. જ્યોતિષીએ સાથેના પોપટને પિંજર બહાર કાઢ્યો. સુકાનીએ પ્રશ્ન કર્યો અને ગાઈડે દુભાષિયાની ભૂમિકા ભજવી, પોપટે પાસે પડેલા કાર્ડના ઢગલામાંથી પ્રશ્ન મુજબ કાર્ડ ઉપાડી જ્યોતિષીને આપ્યું અને જ્યોતિષી તે મુજબ સુકાનીને જવાબ આપતો ગયો. સુકાનીને પ્રશ્નો પોતાની રમત,કારકિર્દી અને ઘર પરિવારને લગતા હતા જેના જ્યોતિષીએ મહદ અંશે સાચા ઉત્તર આપ્યા. આ જ્યોતિષી ઉપર થોડો વિશ્વાસ બેસવાથી સુકાનીએ છેલ્લે પૂછ્યું, ‘મારું અવસાન ક્યારે અને કેવી રીતે થશે?’ જ્યોતિષીએ આ સવાલનો જવાબ આપવાની સ્પષ્ટ ના પાડી, કારણ આપતા જણાવ્યું, ‘અમુક સવાલોના જવાબ આપવા જાતક (પ્રશ્ન પૂછનાર)ના હિતમાં નથી હોતા.’ સુકાની જિદ્દે ચડ્યો. ગાઈડને પેલા જ્યોતિષીને સમજાવવા કહ્યું. અંતે, બંનેના આગ્રહને વશ થઈ જ્યોતિષીએ પોપટ પાસે કાર્ડ ખેંચાવ્યું અને જે જવાબ આપ્યો તે સાંભળી સુકાની સડક થઈ ગયો. જ્યોતિષીએ કહ્યું, ‘તમારું અવસાન એક દસકાની અંદર અકસ્માતમાં થશે.’ સુકાનીએ સાંજે હોટેલ પર આવી પોતાના સાથી ખેલાડીઓને આ ફૂટપાથવાળા જ્યોતિષી અને તેના ભવિષયકથનની વાત કહી. બધા ખેલાડીઓ હસવા લાગ્યા અને કહ્યું, ‘આ તો ધૂતરાઓ હોય, એનું કહ્યું સાચું ન માનવું.’ કાળનું ચક્ર ફર્યું અને આ ફૂટપાથિયા જ્યોતિષીના ભવિષ્ય કથન મુજબ આ સુકાનીનું હવાઈ અકસ્માતમાં 1 જૂન, 2002ના રોજ અવસાન થયું. મિત્રો, સાઉથ આફ્રિકાનો આ સુકાની એટલે હેન્સી ક્રોન્યે.
    Click here to Read More
    Previous Article
    દેશ-વિદેશ:અમેરિકા-ઈરાન યુદ્ધના સીઝફાયરનું સુરસુરિયું
    Next Article
    રણમાં ખીલ્યું ગુલાબ:એવા કયા ઘાવ છે, જે મેં સહ્યા ન હોય,હા, એવું બને કે મેં તમને કહ્યા ન હોય!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment