Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણમાં ખીલ્યું ગુલાબ:એવા કયા ઘાવ છે, જે મેં સહ્યા ન હોય,હા, એવું બને કે મેં તમને કહ્યા ન હોય!

    1 week ago

    રાજલે એની બહેનપણીના ફ્લેટમાં પોતાની સૂટકેસ મૂકીને શબ્દ આ ઉચ્ચાર્યોઃ ‘હાશ’ ‘કેમ ‘હાશ’ કહેવું પડ્યું? અમારા મુંબઇને જોઇને જ તું કંટાળી ગઇ?’ નિશીએ પૂછયું, ‘તું એક દિવસમાં થાકી ગઇ તો એ વિચાર કર કે અમારું શું થતું હશે! હું અને નિતાંત રોજ સવારે દોઢ કલાકની દોડધામ કર્યાં પછી ઓફિસમાં પહોંચીએ છીએ અને સાંજે એટલી જ મુસાફરી કરીને ઘરે પાછાં આવીએ છીએ. યે હૈ મુંબઇ, મેરી જાન...!’ ભૂતકાળમાં હું પણ મુંબઇમાં રહી ચૂકી છું પણ ત્યારે આ શહેર આવું અને આટલું ફાસ્ટ ન હતું. આજે મેં જોયું કે સ્ત્રી હોય કે પુરુષ બધાં રસ્તા ઉપર, ટેક્સીમાં, લોકલ ટ્રેનમાં કે બસમાં, એવી રીતે ભાગતાં રહે છે જાણે એમની પાછળ વિકરાળ, ભૂખ્યો વાઘ પડ્યો હોય! યે મુંબઇ જાન ભી હૈ ઔર જાનલેવા ભી હૈ! આની સરખામણીમાં અમારું અમદાવાદ તો સાવ મંથર ગતિએ ચાલતા કાચબા જેવું ગણાય. જેવું હોય તેવું, મારે બે વર્ષ માટે નાસતા લોકો, જાગતા રસ્તાઓ અને હાંફતાં વાહનોવાળા મુંબઇથી ટેવાઇ જવું પડશે.’ રાજલ મોં ધોવા માટે વોશબેઝિન તરફ વળી. નિશી ચા બનાવવા માટે કિચનમાં ગઇ. અમદાવાદની રાજલ સ્માર્ટ, સુંદર, મેચ્યોર, પ્રગલ્ભ સ્ત્રી હતી. એની સારા પગારવાળી જોબના એક કોન્ટ્રાક્ટ અનુસાર બે વર્ષ માટે મુંબઇમાં પોસ્ટિંગ લઇને આવી હતી. આવતા પહેલાં એણે નિશીને ભાડાનો ફ્લેટ શોધી કાઢવાની જવાબદારી સોંપી હતી. નિશીએ કહ્યું હતું: ‘શરૂઆતના બે-ત્રણ મહિના તું અમારી સાથે રહેજે. મારી પાસે એક સ્પેર બેડરૂમ છે. ઘરમાં હું, નિતાંત અને અમારો બે વર્ષનો દીકરો ઇહાન છે, અમે ત્રણ જણાં એક જ બેડરૂમ વાપરીએ છીએ. તું પૂરાં બે વર્ષ અમારી સાથે રહીશ તો પણ અમને ગમશે, રાધર વધારે ગમશે. પછી જેવી તારી મરજી!’ અને રાજલ આવી ગઇ. આવી તેવી જ ગોઠવાઇ ગઇ. એ દિવસે તો નિશીએ નોકરીમાંથી રજા લીધી હતી, પણ બીજા દિવસથી એની મિનિટ-ટુ-મિનિટની દોડધામ પુન:ચાલુ થઇ ગઇ. મુંબઇમાં રહેનારા લોકોએ ઘડિયાળના કાંટે જીવવું પડે છે. સમયનું માન જાળવવું પડે છે. નિશીનો પતિ નિતાંત તો છ વાગે ઊઠીને, સ્નાન-ચા-નાસ્તો પતાવીને, લંચબોક્સ લઇને આઠ વાગે જોબ પર જવા માટે નીકળી જતો હતો. નિશી દસ વાગે ઘર છોડતી હતી. બે વર્ષના દીકરા ઇહાનને સાચવવા માટે જયશ્રી નામની બાઇ રાખી હતી જે સવારના નવ વાગે આવી જતી હતી અને સાંજે છ વાગે જતી રહેતી હતી. રાજલ પણ બીજા દિવસથી ફરજ પર ચડી ગઇ. એનું કામ સોફિસ્ટિકેટેડ હતું, એના ઓફિસ અવર્સ નિશ્ચિત ન હતા. એ ગમે ત્યારે જાય અને ગમે તે સમયે પાછી આવી તો પણ એને ટોકવાવાળું કોઇ ન હતું. બસ, એક જ શરત હતી કે એ દિવસ માટેનું નિર્ધારીત કામ પૂરું થઇ જવું જોઇએ. રાજલ ભલે અમદાવાદની હતી પણ એ બુદ્ધિશાળી હતી. એની નિરીક્ષણ-શક્તિ તેજ હતી. ચાર-પાંચ દિવસમાં જ એણે નોંધી લીધું કે નિશીનો દીકરો ખૂબ જ રમતિયા‌‌ળ, એક્ટિવ અને મીઠડો હતો પણ એ સાંજના સમયે સાવ ‘ડલ’ પડી જતો હતો. એની સવારના સમયની તોફાનમસ્તી સાંજના સમયે તદ્દન શાંત થઇ જતી હતી. જાણે હમણાં જ કાચી ઊંઘમાંથી ઊઠ્યો હોય એવો શિથિલ, શાંત અને નિષ્ક્રિય બની જતો હતો! ‘નિશી, ઇહાનને કોઇ બીમારી હોય એવું મને લાગે છે. કોઇ સારા ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટની પાસે લઇ જા એને. એનામાં પ્રોટીન કે વિટામિન્સની ઊણપ હોઇ શકે.’ રાજલે બહેનપણીને સૂચન કર્યું. નિશીએ એની વાતને અનુમોદન આપ્યું, ‘પંદરેક દિવસમાં ડૉ. ઝુનઝુનવાલાને મળી આવીશું. મને એ બીમાર તો નથી લાગતો પણ ‘ડલ’ તો લાગે છે જ.’ એક દિવસ રાજલ બપોરે ચાર વાગે ફ્લેટ પર આવી ગઇ. ડોર ઉપર લોક મારેલું હતું. એણે વિચાર્યું, ‘બાઇ ઇહાનને લઇને બાજુમાં આવેલા ગાર્ડનમાં ગઇ હશે.’ એની પાસે ફ્લેટની ચાવી હતી. અંદર જઇને જોયું તો ઇહાન બેડ ઉપર ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. બાઇ ક્યાં? રાજલે બાઇને ફોન કર્યો, ‘જયશ્રી, તું ક્યાં છો?’ ‘હું આવી. હમણાં જ આવું છું.’ બાઇનો હાંફળો-ફાંફળો અવાજ સંભળાયો, દસ મિનિટમાં એ પણ આવી પહોંચી, ‘હું સબ્જી લેવા ગઇ હતી. બાબુ ઊંઘતો હતો એટલે એને ન લઇ ગઇ. એ પડી ન જાય એ માટે ચારે બાજુ તકિયા ગોઠવીને ગઇ હતી.’ ઇહાન સાચે જ ગાઢ ઊંઘમાં પોઢેલો હતો. આટલા નાના બાળકના પણ નસકોરાં બોલવાનો મૃદુ અવાજ આવતો હતો એ રાજલને નવાઇ પમાડી ગયો. એણે ઇહાનને ઊંચકી લીધો, એને થપથપાવીને જગાડવાનો પ્રયત્ન કર્યો, સફળતા ન મળી. બે-અઢી કલાક બાદ નિશી આવી ગઇ. વધુ એક કલાક પછી નિતાંત પણ આવી પહોંચ્યો. આજે ઇહાન વધારે ઢીલો જણાયો. બધાએ એને જાતજાતની ચેષ્ટાઓ વડે જગાડવાના પ્રયાસો કર્યા, એ જાગ્યો તો ખરો પણ ન તો એણે દૂધ પીધું, ન કંઇ ખાધું કે ન રમકડાંમાં રસ દર્શાવ્યો. મોડી રાત્રે રાજલે નિશીને સલાહ આપી, ‘મને તારી આ બાઇ પર વિશ્વાસ નથી બેસતો. એ આજે જે રીતે ઇહાનને એકલો મૂકીને શાક લેવા જતી રહી એ વાત મારા ગળા નીચે ઊતરતી નથી.’ ‘તારી શંકા વજૂદ વિનાની છે. જયશ્રી તો અમારા ઇહાન માટે જાન આપી દે તેવી છે. એને સંતાન નથી એટલે એ ઇહાનને દીકરાની જેમ સાચવે છે.’ નિશીએ શંકાની સોયને બુઠ્ઠી કરી નાખી. રાજલે જીદ પડતી ન મૂકી, ‘ભલે તું જયશ્રીને કંઇ ન કહે, મારી વાતને ગંભીરતાથી લે અને બીજું કંઇ ન કરે તો છેવટે ફ્લેટમાં સી. સી. ટીવી કેમેરા ગોઠવી દે.’ નિશી તો આ વાતમાં પણ રાજી ન થઇ, નિતાંતે આ સલાહને સ્વીકારી લીધી. રવિવારે જયશ્રીને રજા મળતી હતી, એની ગેરહાજરીમાં નિતાંતે કિચન, ડ્રોઇંગ રૂમ અને બંને બેડરૂમ્સમાં જલદીથી દેખાય નહીં એવી રીતે ચાર કેમેરા ઇન્સ્ટોલ કરાવી દીધા. ત્રણેક દિવસ પછી રાતના સમયે સહુ ફૂટેજ જોવા માટે બેસી ગયા. જે જોવા મળ્યું તે આઘાતજનક અને ચોંકાવનારું હતું. બપોરે બાર વાગે જયશ્રી એની પાસેના બટવામાંથી ટેબ્લેટ્સની સ્ટ્રિપ કાઢીને એમાંની એક ગોળી પાણીમાં ઓગાળીને ઇહાનને પિવડાવી દેતી હતી. ઇહાન વધુમાં વધુ 30-40 મિનિટ્સમાં ઘેરી ઊંઘમાં સરી પડતો હતો. પછી જયશ્રી પોતાના મોબાઇલ ફોનમાંથી કોઇને કોલ કરતી હતી, ‘લાઇન ક્લિઅર છે, આવી જા.’ (ઝૂમ કરવાથી એની લિપ મૂવમેન્ટ ‘વાંચી’ શકાતી હતી.) જાણે જયશ્રીના કોલની રાહ જોઇને જ બહાર બેસી રહ્યો હોય એમ ત્રણ-ચાર મિનિટમાં જ જયશ્રીનો પ્રેમી આવી પહોંચતો હતો. જે પથારીમાં ઇહાન ઊંઘી રહ્યો હોય એ જ પથારીમાં બંને જણાં… (એ ફૂટેજ જોઇને નિશી અને નિતાંત અસ્વસ્થ થઇ ઊઠ્યાં, ‘બસ, બસ! હવે આનાથી આગળનું નહીં જોઇ શકાય.) બીજા દિવસે જયશ્રી આવી. મામલો હવે રાજવે પોતાના હાથમાં લઇ લીધો. પૂછપરછ કરી, જયશ્રી કંઇ એમ માની લે ખરી? પછી એને સી. સી. ટીવી ફૂટેજ બતાવ્યા. એ ગભરાઇ ગઇ. માફી માગવા લાગી. નિતાંતે ઊંઘની ગોળીનો પાવર વાંચ્યો. પુખ્ત વયના માણસ માટે જેટલા મિલિગ્રામ ડોઝની જરૂર પડે એટલા પાવરની ટેબ્લેટ એ અણઘડ, અભણ બાઇ બે વર્ષના ઇહાનને ગળાવી દેતી હતી. બિચારું ભૂલકું આખો દિવસ ઘેનમાં ન રહે તો બીજું થાય શું? આ ઘટના માત્ર એકલદોકલ ફેમિલીની જ છે એવું માની લેવાની ભૂલ ન કરવી. વિભક્ત પરિવારમાં જ્યારે પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય અને બાળકને સાચવવા માટે પેઇડ સર્વન્ટને રાખેલા હોય ત્યારે ઘરના દરેક રૂમમાં હિડન કેમેરા ગોઠવી દેવા એ હિતાવહ છે.
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:જ્યોતિષના જોષ...
    Next Article
    સફર:શિવમંદિરની આસપાસ વસેલું શહેર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment