Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હુમલો:જૂનાગઢ શહેરમાં પત્નીને ચઢામણી કર્યાની શંકા રાખી યુવક પર હુમલો

    4 days ago

    શહેરનામાં પત્નીને ચઢામણી કર્યાની શંકા રાખી યુવક પર 2 શખ્સે હુમલો કરતા ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. નિધીનગર, મંગલધામ 03, મધુરમ સોસાયટીમાં રહેતા મૂળ અગતરાય ગામના 25 વર્ષીય સાગરભાઈ મનસુખભાઈ રાઠોડની ફરિયાદ અનુસાર ગત રાત્રે આશરે સાડા બાર વાગ્યાના અરસામાં તેમના માનીતા બહેન નીતાબેન મુછડીયાના ઘરે બેસવા ગયા હતા. આ સમયે નીતાબેનનો પતિ મૌલિક અને તેની સાથે એક અજાણ્યો શખ્સ ત્યાં ધસી આવ્યા હતા. મૌલિકે ઉશ્કેરાઈને સાગર પર આક્ષેપ કર્યો હતો કે, ''''તું મારી પત્નીને કાન ભંભેરણી કરે છે, જેના કારણે અમારે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે.'''' તે મ કહી ગાળાગાળી શરૂ કરી મૌલિકે ફ્રિજમાં રહેલી કાચની બોટલ સાગરના માથામાં ફટકારતા તેઓ પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા ત્યારે બંને શખ્સે તેનો પીછો કર્યો હતો. મૌલિકે તેની પાસે રહેલી છરી વડે હુમલો કરી ડાબા હાથની હથેળી, ડાબા ખભા અને જમણી આંખના ઉપરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલાના અવાજ અને બૂમાબૂમ થતા લોકો એકઠા થઈ ગયા હતા, જેને જોઈ શખ્સો હવે જો અહીં બીજી વાર આવ્યો તો મારી નાખવાની ધમકી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:20 એપ્રિલથી શરૂ થનારી તાલીમમાં અન્ય સરકારી સ્ટાફનો પણ સમાવેશ કરાશે
    Next Article
    WWE WrestleMania 42, Night 1 LIVE Updates: New World Champion Crowned; Randy Orton vs Cody Rhodes Next

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment