Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિયા ગ્રીન રીયલ્ટી લી.ના ડિરેકટર સામે બિન જામીન લાયક વોરંટ:ગ્રાહક તકરાર નિવારણ કમિશનના હુકમનો અમલ નહીં કરવા બદલ કોર્ટે વોરંટ કાઢયું

    10 hours ago

    ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને હુકમનો અમલ નહિં કરનાર 'ઈન્ડિયા ગ્રીન રીયલ્ટી લી.'ના ડિરેક્ટર વિનોદ એમ. ઠાકર વિરૂદ્ધ બિન જામીન લાયક વોરંટ ઈશ્યુ કાઢવાનો હુક્મ કર્યો છે. આ જામીન લાયક વોરંટ બોપલ પોલીસને બજાવવા હુકમ કર્યો છે. બિલ્ડરે 27 લાખ પરત ચૂકવવાની જવાબદારી સ્વીકારી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે સ્ટેટ કમિશનમાં સિનિયર સિટીઝન વયોવૃદ્ધ મહિલા ભાવનાબેન મધુસુદન ખંડેરીયાએ બાયબેક કરાર મુજબ પ્લોટની સ્કીમમાં રોકાણ કર્યું. બિલ્ડરે બાયબેક એગ્રીમેન્ટની શરતોનો ભંગ કરીને ફરિયાદી મહિલાને રૂ. 27,30,000/- પરત ચૂકવવાની કાયદેસરની જવાબદારી સ્વીકારી હોવા છતાં અમલ નહિં કર્યો. સ્ટેટ કમિશને વર્ષ 2022 માં ફરિયાદના કામે 9% ના વ્યાજ અને ખર્ચા સાથે રકમ ચુકવી આપવા બિલ્ડરને હુકમ કરેલ પરંતુ હુકમનો અમલ નહિં થતા સ્ટેટ કમિશનમાં એક્ઝિક્યુશન પીટીશન (દરખાસ્ત અરજી) દાખલ કરી વસુલાતનો દાવો કર્યો. બિલ્ડર વિરૂદ્ધ બોપલ પોલીસ વોરંટ બજાવી શકતી નથી સ્ટેટ કમિશને બિલ્ડર વિરૂદ્ધ અગાઉ રૂ. 5,00,000/- ના જામીનલાયક વોરંટો અનેકવાર ઈશ્યુ કર્યા, પરંતુ બોપલ પોલીસ વોરંટ બજાવી શકતી નથી. ત્યારબાદ સ્ટેટ કમિશને બિલ્ડર હાજર નહિં થતા બિન જામીનલાયક વોરંટ કાઢી તા.29 એપ્રિલ 2026 ના રોજ સ્ટેટ કમિશન સમક્ષ 11 કલાકે હાજર કરવા અને વોરંટ બજવણી થયાનો રીપોર્ટ સક્ષમ પોલીસ અધિકારીએ અત્રેના કમિશન સમક્ષ રૂબરૂ હાજર રહીને રજુ કરવાનો રહેશે તેવો હુકમ કર્યો છે. પોલીસને બિન જામીનલાયક વોરંટ બજાવવા તાકીદ આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ વધુમાં જણાવે છે કે, બિલ્ડરની મથરાવટી મેલી છે અને ભાગતા ફરે છે. બોપલ પોલીસ સામે અનેક સવાલો થયા છે. કસુરવાર બિલ્ડર સામે વોરંટો બજતા નહિં હોવાથી અમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટને પત્રો પાઠવીને લેખિત તાકીદ કરવાની ફરજ પડી છે. બોપલ પોલીસ સ્ટેશનના પી.આઈ. ચૌધરીને પણ બિન જામીનલાયક વોરંટ બજાવવા તાકીદ કરવામાં આવી છે. અત્યારે સંજોગો એવા સર્જાયા છે કે, બિલ્ડર સરકાર, કાયદો, પોલીસ અને પ્રશાસનની પક્કડની એટલે કે કાયદાની પહોંચ બહાર છે. બોપલ પોલીસ હુકમનો અમલ નહિં કરનાર વિનોદ ઠાકરને પકડી શકતી નહિં હોવાથી સિનિયર સિટીઝન મહિલા ગ્રાહક ભાવનાબેન મધુસુદન ખંડેરીયા (ઉ.વ.73) છેલ્લા 10 વર્ષથી કાનુની લડત આપી રહ્યા છે અને પોતાની જીંદગીભરની જીવનની બચતની મુડી ગુમાવી બેઠા છે અને ન્યાયથી વંચિત રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ નેતા સોનલ પટેલના વાળ ખેંચ્યા, વીડિયો સામે આવ્યો:રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ગળે મળ્યા બાદ બાખડ્યા, એકબીજાને 'થાય તે કરી લેજે'ની ધમકી આપી
    Next Article
    Ground Report । ધંધુકામાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો | Prime Time | Dhandhuka | Weather Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment