Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ નેતા સોનલ પટેલના વાળ ખેંચ્યા, વીડિયો સામે આવ્યો:રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ગળે મળ્યા બાદ બાખડ્યા, એકબીજાને 'થાય તે કરી લેજે'ની ધમકી આપી

    5 days ago

    રખિયાલ-સરસપુર વોર્ડમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલનો વાળ ખેંચતો વીડિયો સામે આવ્યો છે. એક લાખ રૂપિયા પાર્ટી ફંડ લીધા બાદ પણ ટિકિટ ન આપી હોવાનો આક્ષેપ કરનાર રખિયાલ-સરસપુર વોર્ડના મહિલા પ્રમુખ ભાવનાબેન ગુપ્તાએ વાળ ખેંચી લાફો ઝીંકયો હોવાનો દાવો કર્યો હતો. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે તમામ કાર્યકર્તાઓની સામે ભાવનાબેન ગુપ્તા શહેર પ્રમુખ સોનલબેન પટેલના વાળ ખેંચતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે. 'મેં શહેર કોંગ્રેસ પ્રમુખને વાળ પકડીને લાફો માર્યો':'AMCની ચૂંટણી લડવા સોનલ પટેલે એક લાખ લીધા પણ ટિકિટ ન આપી', રખિયાલ વોર્ડના મહિલા પ્રમુખનો આક્ષેપ રાજકોટમાં વોર્ડ નં. 2માં કલેક્ટર કચેરી પાછળ આવેલા શ્રોફ રોડ પર કોંગ્રેસના ઉમેદવારના નિવાસસ્થાનેથી પાર્ટીના ઝંડા ઉતારવાની ઘટનાને પગલે ભારે હોબાળો મચ્યો છે. કોંગ્રેસ નેતા મનીષાબા વાળાએ જનતાને સંબોધીને કહ્યું કે આવી લુખ્ખી દાદાગીરીમાં ક્યાં સુધી જીવશો, હવે તો રાજકોટવાસીઓ જાગો. ભાવનાબેન ગુપ્તા ભાજપમાંથી આવેલા છે એટલે કોઈના કહેવાથી કર્યું હોય: સોનલ પટેલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, પરમ દિવસે(16 એપ્રિલ) સરસપુર રખિયાલ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. જે દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી. જેથી ભાવનાબેન જે કોંગ્રેસના કાર્યકર્તા હતા અને તેમની દીકરી યુથ કોંગ્રેસના મહામંત્રી હતી તે બંનેને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાર્યકર્તાને કોઈપણ તકલીફ હોય તો તે સ્થાનિક કક્ષાએ અથવા પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરી શકતા હોય છે. જ્યારે કાર્યાલયના ઉદ્ઘાટન સમયે રીબીન કાપવામાં આવતી હતી ત્યારે વાળ ખેંચવામાં આવ્યા હતા. તેમજ ઉદ્ઘાટન થઈ ગયા પછી જ્યારે બહાર નીકળતી હતી ત્યારે મારા પર હુમલો કર્યો હતો. ભાવનાબેન સાથે શું થયું છે તેની ચર્ચા કરવા માટે પણ સ્થાનિક આગેવાનોને કહેવામાં આવ્યું હતું. પૈસા લેવામાં આવ્યા છે તે આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે. શહેર પ્રમુખ તરીકે ગાડીમાં બેસીને હું કઈ પૈસા ઉઘરાવવા માટે જાઉં નહીં. કોઈપણ પ્રકારનું ફંડ લેવામાં આવતું નથી. ટિકિટ ના મળતા બેન ફ્રસ્ટ્રેટ હોય તેવું લાગી રહ્યું છે. ભાવનાબેન ગુપ્તા ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા છે એટલે કોઈના કહેવાથી કર્યું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદની 192 બેઠકોમાંથી 52 બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડની બેઠકો પર જીત મેળવવા માટે ભાજપે તનતોડ પ્રયાસ શરૂ કર્યા છે. અમદાવાદની 192 બેઠકોમાંથી 52 બેઠકો ઉપર ભાજપનું સૌથી વધારે ફોકસ છે. કોંગ્રેસનું પ્રભુત્વ અને જ્યાં ભાજપ નબળું સાબિત થઈ શકે તેમ છે એવા 13 વોર્ડની બેઠકો પર જીત મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને તમામ નેતાઓ-કાર્યકર્તાઓને જીત તેમજ ડેમેજ કંટ્રોલ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. શહેર ભાજપના નેતાઓ અને યુવા મોરચાની ટીમને ખાસ આ વોર્ડમાં કામે લગાડાઈ છે. ‘અમે પાટીદારોએ દંડા ખાધા, ભાગો છો કેમ?’ સુરતમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા જ્યારે પોતાની ટીમ સાથે સોસાયટીમાં પ્રચાર અર્થે પહોંચ્યા ત્યારે તેમને જનતાના રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક પાટીદાર મતદારોએ નેતાઓને રોકડું પરખાવતા કહ્યું હતું કે, અમે આંદોલન વખતે પાટીદારોએ દંડા ખાધા છે, તો અત્યારે સવાલ પૂછીએ છીએ તો તમે ભાગી કેમ જાઓ છો? સુરતમાં હવે AI વોટ અપાવશે હવે AI વોટ અપાવશે. કઈ જ્ઞાતિને કયો મેસેજ જોઈએ તે નક્કી કરશે. આજના ટેકનોલોજીના યુગમાં ચૂંટણી પ્રચાર હવે માત્ર સભાઓ અને પત્રિકાઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રચારમાં આધુનિક ટેકનોલોજીનો મજબૂત ઉપયોગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સુરતમાં કોંગ્રેસની મિટિંગમાં ભાજપના કાર્યકરોનો હંગામો સુરતના લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અહીં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવી જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. કોંગ્રેસની શેરી મીટિંગ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સતત 'જય શ્રી રામ'ના નારા લગાવવામાં આવતા મામલો વધુ બિચક્યો હતો. AAPના ચૂંટણી કાર્યાલય પાસે બેનરો-ઝંડા ઉતારતા કાર્યકરોનો વિરોધ સુરતના વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. વોર્ડ નંબર 3 AAPના ચૂંટણી કાર્યાલય પાસે લાગેલા બેનરો અને ઝંડા ઉતારવા આવેલી ટીમનો કાર્યકરોએ વિરોધ કરી ભાજપના ઈશારે કામગીરી થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. દિવસભરની પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    PM Modi Address To Nation: PM Modi के संबोधन की बड़ी बातें, विपक्ष पर जमकर बरसे।Women Reservaion Bill
    Next Article
    ઇન્ડિયા ગ્રીન રીયલ્ટી લી.ના ડિરેકટર સામે બિન જામીન લાયક વોરંટ:ગ્રાહક તકરાર નિવારણ કમિશનના હુકમનો અમલ નહીં કરવા બદલ કોર્ટે વોરંટ કાઢયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment