Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલાની બે હોટલ સામે કડક કાર્યવાહી:દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હોવાનું સાબિત થતાં એક વર્ષ માટે સીલ, સરકારે કબજો લીધો

    9 hours ago

    ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ બે હોટલ સામે કડક કાર્યવાહી કરી છે. સિટી પેલેસ હોટલ અને બાલાજી હોટલમાં દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હોવાનું સાબિત થતાં બંને હોટલને એક વર્ષ માટે સીલ કરવાનો અને તેનો કબજો સરકાર હસ્તક લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. નાયબ કલેક્ટર મકવાણાને આ અંગે વિશ્વસનીય માહિતી મળી હતી. જેના આધારે ખાનગી રાહે અધિકૃત ટીમ અને ગ્રાહકો મોકલી અચાનક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે ચોટીલા શહેરમાં નેશનલ હાઇવે 47 પર આવેલી આ બંને હોટલમાં ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી હતી. દેવા ભીખા આલની માલિકીની/સંચાલિત સિટી પેલેસ હોટલ અને સંજય અમુ ડાભીની માલિકીની/સંચાલિત બાલાજી હોટલમાં દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હતી. આ પ્રવૃત્તિ હેઠળ એક વ્યક્તિ દીઠ રૂ. 1,000 વસૂલવામાં આવતા હતા. હોટલના માલિકો/મેનેજરો આ પ્રવૃત્તિથી વાકેફ હોવા છતાં મૌન સહમતિ આપી હતી અથવા પૂરતી દેખરેખ રાખી ન હતી, જેના કારણે આ હોટલો અનૈતિક વેપારનું કેન્દ્ર બની હતી. આ મામલે, ગત તારીખ 30 જાન્યુઆરી, 2026ના રોજ સિટી પેલેસ હોટલના માલિક દેવા આલ અને બાલાજી હોટલના માલિક સંજય ડાભીને અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ, 1956ની કલમ 18(1) હેઠળ વેશ્યાલય બંધ કરવા અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ નાયબ કલેક્ટર મકવાણાની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન, બંને હોટલના માલિકોએ દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હોવાનું કબૂલ્યું હતું. જે સાબિત થતાં, તારીખ 30 માર્ચ, 2026ના રોજ અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ, 1956ની કલમ 18 હેઠળ બંને હોટલને એક વર્ષની મુદત માટે ક્લોઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો. વધુમાં, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ચોટીલાને આ બંને હોટલો તાત્કાલિક ક્લોઝ કરાવી તેનો કબજો સરકાર હસ્તક સંભાળી લઈ રિપોર્ટ કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ચૂંટણી પહેલા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:DYSP ઝાલા સહિત અધિકારીઓએ શંકરટેકરી, રજા નગરમાં નિરીક્ષણ કર્યું
    Next Article
    SRH vs CSK LIVE Score, IPL 2026: CSK Pacer Scalps Huge Wicket, Abhishek Sharma Equals Vaibhav Sooryavanshi's Huge Feat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment