Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પ્રસાદીના લાડુમાં ઝેર ભેળવવાનો કેસ:વેરવૃત્તિમાં આખા પરિવારને પતાવી દેવાનું કાવતરું ઘડનાર પાડોશી મહિલા લાજપોર જેલમાં ખસેડાઈ

    11 hours ago

    સુરતના મોટા વરાછા શાલીગ્રામ સ્ટેટ્સ સોસાયટીમાં પાડોશી મહિલાએ વેરવૃત્તિમાં આખા પરિવારને પતાવી દેવા માટે પ્રસાદીના લાડુમાં ઘેનની ટીકડીઓ ભેળવી આપ્યાની ઘટનામાં મહિલા આરોપીની ઉષા નાકરાણીની ધરપકડ કરી તેને લાજપોર જેલમાં મોકલાઈ છે. પ્રસાદી સમજી લાડુ ખાતા સસરા અને પુત્રવધૂની તબિયત લથડી હતી મળતી માહિતી પ્રમાણે, શાલીગ્રામ સ્ટેટ્સમાં નિવૃત્ત જીવન જીવતા 70 વર્ષીય ગોરધનભાઈ ડોંડા ગત 10 એપ્રિલના રોજ ગાર્ડનમાંથી ઘરે આવ્યા ત્યારે તેમના ઘરના ઉંબરા પર એક પ્લાસ્ટિકની થેલીમાં બે લાડુ મળી આવ્યા હતા. કોઈ પ્રસાદી આપી ગયું હશે તેમ માની ગોરધનભાઈ અને તેમની પુત્રવધૂ કિરણબેને લાડુ ખાધા હતા. લાડુ ખાધાના થોડા સમય બાદ ગોરધનભાઈ બેભાન થઈ ઢળી પડ્યા હતા, જ્યારે પુત્રવધૂને પણ ઝેરી અસર થઈ હતી. આરોપી મહિલાને જેલ હવાલે કરવામાં આવી આ પ્રકરણમાં બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. જેથી પોલીસે આ પ્રકરણમાં પડોશમાં રહેતી આરોપી ઉષાબેન નાકરાણીની ધરપકડસ કરી હતી. પોલીસે ઉષાબેનની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસનાં રિમાન્ડ માંગ્યા પણ કોર્ટે રિમાન્ડની જરૂર ન હોવાનું લાગતાં લાજપોર જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર જૈન ગ્રુપ દ્વારા બાળકો માટે ધાર્મિક શિબિર:21 એપ્રિલથી દેરાસરમાં પક્ષાલ, ઉપાશ્રયમાં શિબિરનું આયોજન
    Next Article
    Dhandhunka Curfew Situation | ધંધુકામાં યુવકની હત્યા બાદ કરફ્યુ જેવો માહોલ | Crime | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment