Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં રક્તદાન શિબિર યોજાઈ:માતા હરદેવીની પુણ્યતિથિ નિમિત્તે સજ્જણ દરબાર દ્વારા આયોજન

    10 hours ago

    વડોદરાના વારસિયા વિસ્તારમાં સંતકંવર નગર ખાતે સજ્જણ દરબાર દ્વારા માતા હરદેવી (સજ્જણ)ની 40મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર 18 એપ્રિલ 2026 , શનિવારના રોજ સવારે 9:30 કલાકથી યોજાઈ હતી. આ રક્તદાન શિબિરનું આયોજન ટી/29, 445 કોટ એરિયા, એસ.કે. કોલોની, ઝુલેલાલ મંદિર મેઈન રોડ, વારસિયા, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નગરજનોએ રક્તદાન કરીને સામાજિક ફરજ નિભાવી હતી. શિબિરમાં એકત્રિત થયેલ રક્ત યુનિટ્સ આયુષ બ્લડ બેંક અને સયાજી હોસ્પિટલ બ્લડ બેંકને મોકલવામાં આવ્યા હતા. આનાથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ શકશે. આયોજક અનિલ ટોલાણીએ જણાવ્યું હતું કે, આ શિબિરનો હેતુ વધુમાં વધુ લોકોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવાનો અને સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, એકવારનું રક્તદાન ત્રણ લોકોને જીવનદાન આપી શકે છે. તેથી, દરેક સ્વસ્થ વ્યક્તિએ સમયાંતરે રક્તદાન કરવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી:રાત્રે 3 વાગ્યે આરોપીએ સગીરાના ઘરમાં ઘુસી દુષ્કર્મ આચર્યું હતું, નિકાહ કરવાની લાલચ આપી ભગાડી જતા ફરિયાદ
    Next Article
    વતન જવાની ખુશી માતમમાં ફેરવાઈ:કલોલમાં ONGC કેન્ટીન સંચાલકના બંધ મકાનના તાળાં તૂટ્યા, 6.30 લાખની મત્તા સાફ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment