Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વતન જવાની ખુશી માતમમાં ફેરવાઈ:કલોલમાં ONGC કેન્ટીન સંચાલકના બંધ મકાનના તાળાં તૂટ્યા, 6.30 લાખની મત્તા સાફ

    8 hours ago

    કલોલ શહેરના સિટીમોલ-2 વિસ્તારમાં આવેલી શ્રીનાથ રેસીડેન્સીમાં રહેતા ઓએનજીસી કેન્ટીન સંચાલક સહિત પરિવારના સભ્યો બિહાર ખાતે સામાજિક પ્રસંગે ગયા હતા. જેનો લાભ ઉઠાવી તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી 6.30 લાખની મત્તા ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. તસ્કરો 6.30 લાખના દાગીના અને રોકડ લઈને ફરાર કલોલ શહેરના સિટીમોલ-2 પાસે આવેલી શ્રીનાથ રેસીડેન્સીમાં રહેતા ONGC કેન્ટીનના કોન્ટ્રાક્ટર અને તેમના ભાઈ વતન બિહાર ગયા હોવાથી બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ અને સોનાના દાગીના સહિત કુલ 6.30 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા છે.મળતી વિગત મુજબ કલોલના સિટીમોલ પાસે રહેતા રાહુલ અગ્નિદેવ નામના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના મામા હરીશ રામધની કામતી ONGC કેન્ટીનનો વ્યવસાય સંભાળે છે. ગત 11મી એપ્રિલના રોજ હરીશભાઈ વતન બિહાર ગયા હતા.જ્યારે તેમના બીજા ભાઈ સંજયભાઈ અને તેમનો પરિવાર પણ ગત 16મી એપ્રિલે વતન જવા નીકળ્યો હતો.રવિવારે સવારે રાહુલ હોટલ પર હતો ત્યારે સંજયભાઈએ તેને ફોન કરીને જાણ કરી હતી કે કોઈએ ઘરે ચોરી કરી હોવાની શંકા છે. CCTV અને પુરાવાઓની મદદથી આરોપીઓની શોધખોળ શરુ આ સાંભળી રાહુલ તુરંત શ્રીનાથ રેસીડેન્સી પહોંચ્યો હતો ત્યારે બંને મામાના ઘરના મુખ્ય દરવાજાના નકુચા તૂટેલા હતા. આથી, તેણે હરીશભાઈના ઘરમાં જઈને જોતા રૂમમાં બધો સામાન વેરવિખેર પડ્યો હતો અને તિજોરીનું લોક પણ તૂટેલું હતું. આ અંગે વધુ તપાસ દરમિયાન તિજોરીમાંથી 1.50 લાખની રોકડ , 20 ગ્રામનો સોનાનો દોરો અને 20 ગ્રામનો સોનાનો સેટ મળીને કુલ 6.30 લાખ રૂપિયાની મત્તા ગાયબ હતી. જોકે બીજા મામા સંજયભાઈના ઘરમાં પણ સામાન વેરવિખેર હતો પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાંથી કોઈ મોટી રકમ-દાગીનાની ચોરી થઈ હોવાનું જોવા મળ્યું ન હતું. જોકે સંજયભાઈ વતનથી પરત આવ્યા બાદ ત્યાં ચોરી થઈ છે કે નહીં તેની ચોક્કસ વિગતો જાણી શકાશે. હાલમાં કલોલ શહેર પોલીસે રાહુલની ફરિયાદના આધારે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરોનું પગેરું શોધવા તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં રક્તદાન શિબિર યોજાઈ:માતા હરદેવીની પુણ્યતિથિ નિમિત્તે સજ્જણ દરબાર દ્વારા આયોજન
    Next Article
    IPL 2026 Live: Captain Axar Patel Rescues DC, Dismisses Tim David For 26

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment