Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિયંકાએ કહ્યું- ગઈકાલે લોકશાહીની જીત થઈ:અમે સરકારના કાવતરાને અટકાવ્યું, રિજિજુએ કહ્યું-કોંગ્રેસ પરનો કાળો ડાઘ ક્યારેય ભૂંસાશે નહીં; દેશભરની મહિલાઓમાં રોષ

    2 days ago

    કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ શનિવારે કહ્યું, “ગઈકાલે જે બન્યું તે લોકશાહી માટે એક મોટી જીત છે. લોકશાહીને નબળી પાડવાના સરકારના કાવતરાને અટકાવી દેવામાં આવ્યું. આ બંધારણ, દેશ અને વિપક્ષની એકતાનો વિજય હતો.” શનિવારે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરુ થઈ અને 10 મિનિટ સુધી ચાલી. ત્યારબાદ, બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા હતા. લોકસભામાં બંધારણ (131મો સુધારો) બિલ પસાર ન થવા મામલે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ શનિવારે કહ્યું- કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષને દેશની મહિલાઓના રોષનો સામનો કરવો પડશે. તેમના પરનો આ કાળો ડાઘ ક્યારેય ભૂંસાશે નહીં. આ તરફ કોંગ્રેસ પાર્ટી સહિત સમગ્ર વિપક્ષ પીએમ મોદીને પત્ર લખીને જૂના મહિલા અનામત બિલને લાગુ કરવાની માંગ કરશે. જોકે આ કાયદો 16 એપ્રિલથી લાગુ થઈ ગયો છે.પરંતુ વિપક્ષ ઈચ્છે છે કે હાલની 543 બેઠકો પર મહિલાઓ માટે 33% અનામત મળે પ્રિયંકા ગાંધી આ બાબતે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. સંસદના વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ છે. કેન્દ્ર સરકારે મહિલા અનામત બિલ પર ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. શુક્રવારે બિલ પર મતદાન થયું, સરકાર તેના સમર્થનમાં બે-તૃતીયાંશ બહુમતી મેળવી શકી નહીં. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, તેમણે (કેન્દ્ર સરકારે) મહિલાઓ સંબંધિત તે જૂનું બિલ સોમવારે જ તરત લાવવું જોઈએ. જેને તમામ પક્ષોએ મળીને પસાર કર્યું હતું. સોમવારે સંસદ સત્ર બોલાવો, તે બિલ રજૂ કરો અને પછી જોઈએ કે મહિલાઓના વિરોધી કોણ છે. અમે બધા તે બિલની તરફેણમાં મતદાન કરીશું અને તમારો ટેકો આપીશું. સંસદના વિશેષ સત્રના ત્રીજા દિવસના પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    ‘Betrayal of Nari Shakti’: BJP to hit streets today for massive nationwide protests as INDIA bloc ‘stalls’ Women’s Reservation Bill
    Next Article
    અમદાવાદમાં ભાજપનું 13 બેઠક પર વધારે ફોકસ:કોંગ્રેસની પેનલ તોડી ભાજપની જીત અને ગુમાવેલી એક બેઠક પાછી મેળવવા CM સહિતના નેતાઓ મેદાને ઉતર્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment