Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 'આપ'ના બે નેતા ભાજપમાં જોડાયા:પૂર્વ ઉપપ્રમુખ અને ગત વિધાનસભા ઉમેદવારનો ભાજપ પ્રવેશ

    2 days ago

    ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. નવસારી જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. 'આપ'ના બે અગ્રણી નેતાઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાતા નવસારીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ કલ્પેશ વાડોદરિયા અને ગત વિધાનસભા ચૂંટણીમાં 'આપ'ના ઉમેદવાર રહેલા ગોપાલ ઢોલરિયા ભાજપમાં જોડાયા હતા. તેઓ પોતાના સમર્થકો સાથે નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 9 ના ભાજપના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત જાહેર સભામાં જોડાયા હતા. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે બંને નેતાઓને કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ ઘટનાને 'આપ' માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકોના મતે, નવસારી જિલ્લામાં ભાજપ પહેલેથી જ મજબૂત સ્થિતિમાં છે. હવે ભાજપ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીના અસ્તિત્વને પણ નબળું પાડવાની રણનીતિ અપનાવી રહ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખે આડકતરો ઈશારો કર્યો હતો કે ભાજપ માટે હવે કોઈ સ્પર્ધા રહી નથી. કલ્પેશ વાડોદરિયા અને ગોપાલ ઢોલરિયા જેવા સક્રિય ચહેરાઓ ભાજપમાં ભળતા નવસારીમાં આમ આદમી પાર્ટીનું સંગઠન નબળું પડવાની શક્યતા છે. ખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ભાજપ પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહ્યું છે, જે આગામી દિવસોમાં વિપક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર જિલ્લા પંચાયતમાં શોર્ટ સર્કિટથી આગ:હેલ્થ વિભાગની કચેરીમાં 10 કોમ્પ્યુટર, પ્રિન્ટર બળીને ખાખ
    Next Article
    Man, Son Stabbed To Death In Delhi, Cops Arrest Neighbour Over Old Dispute

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment