Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં ચૂંટણી પ્રચાર માટે નેતાઓને પ્રવેશબંધી:પ્રાથમિક સુવિધાઓના અભાવે પોસ્ટર વોર, સ્થાનિકોનો રોષ

    4 days ago

    બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે પાલનપુર નગરપાલિકામાં રાજકીય ગરમાવો વધ્યો છે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ શહેરના અનેક વોર્ડમાં 'પોસ્ટર વોર' શરૂ થયો છે. પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે રોષે ભરાયેલા મતદારોએ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં ન આવવાની ચીમકી ઉચ્ચારી છે. આ પોસ્ટર વોરમાં ક્યાંક રાજકીય નેતાઓ અને કાર્યકરોની પ્રવેશબંધીના બોર્ડ લાગ્યા છે, તો ક્યાંક કોંગ્રેસના નામ સાથે પ્રચાર માટે ન આવવાના પોસ્ટર જોવા મળ્યા છે. આનાથી રાજકીય માહોલ ગરમાયો છે અને પીડિત મતદારોનો રોષ સપાટી પર આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 8ના કાળા હનુમાન વિસ્તારમાં આવેલી સીટી શાશ્વત સોસાયટીના રહીશો પણ છેલ્લા પાંચ વર્ષથી નેતાઓના વર્તનથી નારાજ છે. વિસ્તારમાં ગંદા અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓ સહિતના લોકોએ વિરોધ પ્રદર્શન કરી નેતાઓને ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં ન આવવા સ્પષ્ટ ચીમકી આપી છે. આ અંગે સીટી શાશ્વત સોસાયટીના રહીશ પટેલ રજનીકાંત રામાભાઈએ જણાવ્યું હતું કે, "અમને પાંચ વર્ષથી પાણીની સમસ્યા છે. અમે ઘણી અરજીઓ કરી છે, પરંતુ તેનો કોઈ નિકાલ આવ્યો નથી." રજનીકાંતભાઈએ વધુમાં જણાવ્યું કે, "આ વર્ષથી અમે નક્કી કર્યું છે કે દરેક ચૂંટણીનો વિરોધ કરીશું. જ્યાં સુધી અમારી સમસ્યાનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે અલગ અલગ રીતે વિરોધ કરતા રહીશું." આ સ્થિતિ ભાજપ અને કોંગ્રેસ બંનેના ગઢ ગણાતા વોર્ડમાં જોવા મળી રહી છે, જ્યાં નેતાઓને પ્રવેશબંધીના બોર્ડ લાગી ગયા છે.
    Click here to Read More
    Previous Article
    સંસદની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત:ગઈકાલે મહિલા અનામત બિલ પસાર થઈ શક્યું નહીં; પ્રિયંકાએ કહ્યું- જૂનું બિલ લાવો, અમે સમર્થન માટે તૈયાર છીએ
    Next Article
    જામનગર જિલ્લા પંચાયતમાં શોર્ટ સર્કિટથી આગ:હેલ્થ વિભાગની કચેરીમાં 10 કોમ્પ્યુટર, પ્રિન્ટર બળીને ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment