Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પના જૂઠાણાં સામે ઈરાનનો પલટવાર:યુરેનિયમ મુદ્દે ટ્રમ્પની બોમ્બમારાની ધમકીને ઈરાને ફગાવી; 'જૂઠાણાંની ફેક્ટરી' કહીને કહ્યું, યુરેનિયમ તો શું, રાખ પણ નહીં મળે

    2 days ago

    અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર સંઘર્ષ શરૂ થયો છે. ઈરાન પાસેથી કોઈપણ ભોગે યુરેનિયમ હસ્તગત કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણ અને બુધવાર સુધીમાં સમજોતો ન થવા પર બોમ્બમારાની ધમકીએ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જોકે, ઈરાને પણ નમતું જોખવાને બદલે ટ્રમ્પના આ દાવાઓને પાયાવિહોણા ગણાવી વળતો પ્રહાર કર્યો છે. ઈરાને ટ્રમ્પને 'જૂઠાણાંની ફેક્ટરી' ગણાવતા સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, "યુરેનિયમ ટ્રાન્સફરની વાત તો ભૂલી જાવ, ઈરાન સામે આંખ ઉઠાવશો તો રાખ પણ નહીં મળે." હોર્મુઝ ખોલવા અંગે સ્થિતિ સ્પષ્ટ નથી ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે સોશિયલ મીડિયા પોસ્ટમાં ચેતવણી આપી કે જો અમેરિકા પોતાની નાકાબંધી ચાલુ રાખશે, તો હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેશે નહીં અને ત્યાંથી પસાર થવા માટે ઈરાનની પરવાનગી જરૂરી રહેશે. જ્યારે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ USCC એ કહ્યું છે કે નાકાબંધી ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેને હટાવવાનો આદેશ ન આપે. ટ્રમ્પે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી ઈરાન શાંતિ કરાર પર હસ્તાક્ષર ન કરે, ત્યાં સુધી નાકાબંધી હટશે નહીં. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ હાલમાં તમામ વ્યાપારી જહાજો માટે ખુલ્લો છે અને અવરજવર સામાન્ય છે. ઈરાનની ધમકી: ઈરાને ચેતવણી આપી કે જો અમેરિકી નાકાબંધી ચાલુ રહી તો હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેશે નહીં. ઈરાને ટ્રમ્પના ઘણા દાવાઓને ખોટા ગણાવ્યા. અમેરિકી નાકાબંધી ચાલુ: ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથેના કરારમાં હવે કોઈ મોટી અડચણ બાકી નથી, જોકે ડીલ પૂરી ન થાય ત્યાં સુધી નૌકાદળની નાકાબંધી ચાલુ રહેશે. ઘર વાપસી: ઇઝરાયલ અને લેબનાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયા પછી લેબનાનમાં હજારો લોકો પોતાના ઘરો તરફ પાછા ફરવા લાગ્યા છે. ઇઝરાયલ પર દબાણ: ટ્રમ્પે કહ્યું કે લેબનાનમાં 10 દિવસના યુદ્ધવિરામ દરમિયાન ઇઝરાયલને બોમ્બમારો કરવાની મંજૂરી નથી. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    Lucknow-Kanpur in 30 minutes? 63-km expressway likely to open next month, but high toll a sore point
    Next Article
    અમદાવાદમાં ભાજપનું 13 વોર્ડ પર ખાસ ફોકસ:કોંગ્રેસની પેનલ તોડી ભાજપની જીત અને ગુમાવેલી એક બેઠક પાછી મેળવવા નેતાઓ મેદાને

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment