Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબડીમાં પતિ-પત્ની જીવતા ભૂંજાયા:મકાનમાં આગ લાગતાં દંપતીનું મોત, એકને બચાવી લેવાયો; લોકોએ કહ્યું- ચાર્જીંગમાં રહેલો મોબાઇલ ફાટ્યો

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલી વોરા સોસાયટીમાં ગત (17 એપ્રિલે) મોડી રાત્રે એક રહેણાક મકાનમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. જેમાં પતિ-પત્નીનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. આગને કારણે ઘર બળીને ખાખ થઈ ગયું છે, જ્યારે મૃતકોના પરિવારજનોએ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોડી રાત્રે આ મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ તપાસનો વિષય છે, પરંતુ બે પ્રકારની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે: આ ભયાનક આગમાં શબ્બીર બુરહાનભાઈ અને રસીદાબેન શબ્બીરભાઈએ જીવ ગુમાવ્યો છે. ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિને ફાયરની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તંત્રની બેદરકારીના આક્ષેપ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓ અને મૃતકના પરિવારજનોએ લીંબડી નગરપાલિકાના તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે: ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગવાનું સાચું કારણ અને ફાયરની સેવાઓમાં થયેલા વિલંબ અંગેના મુદ્દાઓ તપાસનો મુખ્ય વિષય બન્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વોરા સોસાયટી અને લીંબડી શહેરમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    હવે યુટ્યુબમાંથી 'શોર્ટ્સ' સંપૂર્ણપણે હટાવી શકાશે:નવો '0 મિનિટ'નો વિકલ્પ વીડિયો સ્ક્રોલિંગનું વ્યસન છોડાવવામાં મદદ મળશે
    Next Article
    3 વર્ષના ગુમ બાળકને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યું:હસતા-રમતા આવેલા દીકરાને જોઈને માતા-પિતાની આંખો હર્ષના આંસુથી છલકાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment