Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શારીરિક માનસિક ત્રાસ આપી પત્નીને માર માર્યો‎:રાણાવાવના રાણા વરવાળા ગામે પરિણીતાને પતિનો ત્રાસ

    1 week ago

    રાણાવાવના રાણા વરવાળા ગામે રહેતો એક પરણિતાને તેના પતિએ ઝગડો કરી બોલાચાલી કરી ગાળો કાઢી લાકડી વડે શરીરે માર મારી શારીરિક માનસિક ત્રાસ આપ્યા અંગેની પરણિતાએ ફરિયાદ નોંધાવી છે. રામજીભાઈ જીવણભાઇ ધૂમલીયાની પુત્રી મનીષાબેનના લગ્ન રાણાવાવના રાણા વરવાળા ગામે વાડી વિસ્તારમાં વિઠલ નથુભાઈ ઓડેદરા સાથે થયા છે. લગ્ન જીવન દરમ્યાન મનીષાબેન સાથે તેનો પતિ વિઠલ અવાર નવાર નાની નાની વાતોમાં બોલાચાલી તથા ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો આપી, ઢીકા પાટુનો માર મારી શારીરિક માનસિક રીતે ત્રાસ આપ્યો હતો અને તાજેતરમાં આ પરિણીતાના પતિએ મનીષાને બંને પગના સાથળના ભાગે લાકડી વડે માર મારી એક લાકડીનો ઘા માથાના ભાગે મારી લોહી નિકળતી ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત પરણિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પરણિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વિઠલ નથુભાઈ ઓડેદરા સામે ગુન્હો નોંધી આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણ પદ્ધતિનું નિરીક્ષણ કર્યું‎:સુરક્ષા એજન્સીના ઉચ્ચ અધિકારીઓએ આર્ય કન્યા ગુરુકુલ, CBSE સ્કૂલની મુલાકાત લીધી
    Next Article
    સાંઢિયાવાડની ઘટના:પાણી સમજી એસિડનો ઘૂંટડો પી જતા પરિણીતા સારવારમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment