Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    “ભરોસા પત્ર” નામથી સંકલ્પ પત્ર જાહેર કર્યું:શહેર ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કરતા ભાવનગરનો વિકાસ અવિરત શરૂ રહેશે અન્ય સ્માર્ટ સિટીની માફક વિકાસ કરવામાં આવશે - જીતુ વાઘાણી

    21 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગરમાં આજે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સેજલબેન તથા શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સંકલ્પ પત્ર રજૂ કરાયું હતું. દેશ આજે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે ડબલ એન્જિનની સરકારના સહકાર સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપ મજબૂત દાવેદારી નોંધાવી રહ્યું છે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું, મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ધરતી પર નાગરિકોને વધુ સુવિધાઓ મળે તે માટેના ભવિષ્યના આયોજન સાથે આ સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં થીમ આધારિત બગીચા, મહિલા સશક્તિકરણ માટે પિંક ટોયલેટ, યુટિલિટી પોલિસી ડેવલપમેન્ટ, ટ્રાફિક પાર્ક, સ્માર્ટ અને સસ્ટેનેબલ સ્ટ્રીટ લાઇટિંગ, મોતીબાગ ટાઉનહોલ ખાતે હેરિટેજ ડાઇનિંગ હોલ, સિનિયર સિટિઝન પાર્ક, સ્માર્ટ આંગણવાડી ફેઝ-2, દિવ્યાંગો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ સહિત કુલ 37 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, ભાજપે ગત કાર્યકાળ દરમિયાન આપેલા વચનો પૂર્ણ કર્યા હોવાનો દાવો કરતાં આ સંકલ્પ પત્રને “ભરોસા પત્ર” તરીકે રજૂ કરવામાં આવ્યું અને કહ્યું કે, લોકોનો ભાજપ પરનો ભરોસો જેમાં ભાવનગરનો વિકાસ અટકશે નહિ અને અન્ય સ્માર્ટ સીટીની માફક વિકાસ કરવા રાજ્યસરકાર કટિબદ્ધ છે તેમ જણાવી આગામી ચૂંટણીમાં વિકાસના મુદ્દાઓ સાથે પ્રચાર કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    'હદ છે હો...લોકો ડિનરને ડેટિંગ સમજે છે':ચહલ સાથે નામ જોડાતાં શેફાલીનો ખુલાસો; લાઈફ પાર્ટનર માટે કહ્યું- વિરાટ કોહલી જેવા છોકરાની શોધમાં છું
    Next Article
    નર્મદા પંચકોશી પરિક્રમા સંપન્ન:એક મહિનામાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment