Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘંબામાં યુવક છાપરા પરથી પટકાયો:પતરા સરખા કરતા તૂટ્યું, ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ

    1 week ago

    પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સાજોરા ગામે એક યુવક છાપરા પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. પવનને કારણે ઘરના પતરા સરખા કરવા ચડેલા યુવકનું પતરું તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. તેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 17 એપ્રિલના રોજ સાંજના સમયે બની હતી. સાજોરા ગામના રહેવાસી મહેન્દ્ર બારીયા પોતાના ઘરના છાપરા પર ચડ્યા હતા. વાતાવરણમાં પવન હોવાને કારણે પતરા ઉડી ન જાય તે માટે તેઓ તેને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન, પતરું પાતળું હોવાથી મહેન્દ્રના વજનથી અચાનક તૂટી ગયું. સંતુલન ગુમાવતા મહેન્દ્ર સીધા જમીન પર પટકાયા હતા. આ પછડાટને કારણે તેમને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત મહેન્દ્રને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરો દ્વારા તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'વિકાસના કામો વિપક્ષને દેખાતા નથી':મોરબીના આમરણમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્ય એલર્ટ મોડમાં:30 હજાર પોલિંગ સ્ટેશનો અને 50 હજાર પોલિંગ બુથ પર પોલીસ બંદોબસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment