Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વિકાસના કામો વિપક્ષને દેખાતા નથી':મોરબીના આમરણમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો

    6 days ago

    મોરબી જિલ્લાના આમરણ (ડાયમંડનગર) ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં એક ચૂંટણી સભા યોજાઈ હતી. આ સભામાં સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકારના વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. સંઘવીએ જણાવ્યું કે આઝાદીના લડવૈયાઓએ સારા રોડ-રસ્તા, વીજળી અને આરોગ્ય સેવાઓ જેવા અનેક સપના જોયા હતા. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના શાસન દરમિયાન લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે આ સપના પૂરા કર્યા છે. તેમણે ગામડાઓ સુધી વીજળી પહોંચાડવા અને આયુષ્માન કાર્ડ દ્વારા ૧૦ લાખ રૂપિયા સુધીની આરોગ્ય સારવાર જેવી સુવિધાઓનો ઉલ્લેખ કર્યો. સંઘવીએ ખાસ કરીને રોડ-રસ્તાના વિકાસ પર ભાર મૂક્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ સભામાં ઉપસ્થિત વડીલોને પૂછ્યું કે કોંગ્રેસના શાસનમાં આમરણથી મોરબી જવામાં કેટલો સમય લાગતો હતો, જેના જવાબમાં દોઢથી બે કલાકનો સમય મળ્યો હતો. તેમણે કહ્યું કે આજે ભાજપ સરકારે બનાવેલા ઉત્તમ રોડને કારણે આ પ્રવાસ માત્ર અડધાથી પોણા કલાકમાં પૂર્ણ થાય છે. તેમણે કટાક્ષ કર્યો કે આ વિકાસ કોંગ્રેસને દેખાતો નથી. આ સભા મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતની બગથળા, આમરણ અને ખાનપર બેઠકો તેમજ તેની નીચે આવતી તાલુકા પંચાયતની બેઠકોના સભ્યો માટે પ્રચાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા અને ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    4.50 લાખની લાંચ લેતા ના.મામલતદાર અને વચેટિયો ઝડપાયા:મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા 9.50 લાખ માગ્યા હતા, ગાંધીનગર કલેક્ટર કચેરીમાંથી 5 વર્ષમાં 12 અધિકારી ઝડપાયા
    Next Article
    ઘોઘંબામાં યુવક છાપરા પરથી પટકાયો:પતરા સરખા કરતા તૂટ્યું, ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment