Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવક ખીમજીભાઈ બારડ સેવા નિવૃત:એમ. એલ. દોશી અધ્યાપન મંદિરમાં વિદાય સમારંભ યોજાયો

    5 days ago

    સુરેન્દ્રનગર: એમ. એલ. દોશી સ્ત્રી બુનિયાદી અધ્યાપન મંદિરમાં સેવક ખીમજીભાઈ બારડનો વિદાય સમારંભ ૧૭ એપ્રિલ, ૨૦૨૬, શુક્રવારના રોજ યોજાયો હતો. તેઓ ૩૮ વર્ષની સેવા બાદ નિવૃત થયા છે. સંસ્થામાં ૩૮ વર્ષ સુધી સેવા આપનાર ખીમજીભાઈને સ્ટાફ પરિવાર અને તાલીમાર્થીઓ દ્વારા શ્રીફળ, સાકરનો પડો અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધ્યાપક વિરેન્દ્રસિંહ ઝાલા અને અન્ય સહકાર્યકરો દ્વારા તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિદાય સમારંભમાં ખીમજીભાઈના બંને દીકરીઓ અને જમાઈ સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ પારસભાઈ શાહ અને મંત્રી દિપકભાઈ શાહ દ્વારા ખીમજીભાઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આચાર્ય ડો. અલકાબેન દેવમુરારી, ડો. સુમિતાબેન મેઢા અને ઇન્દુબેન વસાણી તેમજ તાલીમાર્થી બહેનો દ્વારા પણ ખીમજીભાઈને વિદાય નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    શાહે કહ્યું- સરકારનો હેતુ 2029થી મહિલા અનામતનો:સીમાંકનનો વિરોધ, SC-ST બેઠકોમાં વધારો કરવાનો વિરોધ; ખડગેએ કહ્યું- અમે બિલ ફગાવીને રહીશું
    Next Article
    પાટણ કોંગ્રેસ ઉમેદવારોએ સ્વખર્ચે રોડના ખાડા પૂર્યા:વોર્ડ 9 માં જનતાની હાલાકી દૂર કરવા રસ્તાનું સમારકામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment