Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્યુટી પાર્લર સંચાલિકાએ નોંધાવી ફરિયાદ:છૂટાછેડા બાદ પત્નીને ફરી સાથે રાખવા પૂર્વ પતિએ હોબાળો મચાવી પરિવારને મારી નાખવાની ધમકી આપી

    1 week ago

    રાજકોટના શિતલ પાર્ક વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પૂર્વ પતિ વિરુદ્ધ જાનથી મારી નાખવા અને ગાળાગાળી કરવા બદલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે મહિલાના પ્રથમ લગ્નના છૂટાછેડા થયા બાદ અલ્તાફ ખિયાણી સાથે પ્રથમ કોર્ટ મેજેર કર્યા હતા અને મનમેળ ન થતા 6 મહિના પછી તેની સાથે પણ છૂટાછેડા લીધા હતા દરમિયાન ગઈકાલે અલ્તાફ ખિયાણીએ ઘરે આવી ધમકી આપી શેરીમાં હોબાળો કરતા ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદી અફસાના ચૌહાણએ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં લગ્ન કર્યા હતા અને મારે સંતાનમાં એક દીકરો તથા એક એક દીકરી છે. પ્રથમ લગ્ન જેની સાથે કર્યા તેની સાથે 2023માં છટાછેડા થઇ ગયા પછી બન્ને બાળકો મારી સાથે રહે છે. ગત તા.05.02.2025ના રોજ અલ્તાફ બસીર ખીયાણી સાથે કોર્ટમાં લવ મેરેજ કર્યા હતા જો કે રોજબરોજ ઝઘડા થતા 6 મહિના બાદ અલ્તાફ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. ગઈકાલે સાંજના 5 વાગ્યે હું મારી ઘરે હતી ત્યારે અલ્તાફ બસીર ખીયાણીએ ફોન કરી શું કરશ પૂછતાં હું ઘરમાં અંદર છું કહ્યું હતું. આ સમયે અલ્તાફ ઘરની બહાર કાળા કલરની નંબર પ્લેટ વગરની થાર ગાડી લઇ આવ્યો હતો જેથી હું મારા માતા પિતા તથા, મારા ભાભી, મારા બહેન અમે બધા ઘરની બહાર નીકળ્યા ત્યારે મારા પિતાએ અલ્તાફને કહ્યું કે મારી ઘરે કેમ આવ્યો તારે અમારા ઘરે નહિ આવવાનું જેથી અલ્તાફ મારા પિતાને તથા અમને બધાને ગાળો આપવા લાગ્યો હતો અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે ફરી જો તું પાછી મારી સાથે નહિ રહે તો હું તને અને તારા મા-બાપ તથા બાળકોને મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. આ પછી મારો ભાઇ હૈદર આવી જતા તેને પણ અલ્તાફને સમજાવટ કરી હતી પરંતુ તે કોઈ વાત સમજવા તૈયાર ન હતો અને શેરી વચ્ચે બેફામ ગાળાગાળી કરતો હતો. હાલ મહિલાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે અલ્તાફ બસીર ખીયાણી વિરુધ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આસારામ આશ્રમ ભોંયભેગો થશે:પ્રચાર સમયે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ખોટકાયું, ભાજપના કાર્યકર્તાઓએ વ્હોટ્સએપ પર બળાપો ઠાલવ્યો
    Next Article
    ગીર સોમનાથ દરિયાકાંઠે પોલીસનું સઘન ફૂટપેટ્રોલિંગ:હિરાકોટથી સુત્રાપાડા સુધી મરીન, SOG, કમાન્ડો ફોર્સની સંયુક્ત કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment