Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકોના જીવ જોખમાવતા રિક્ષાચાલકો સામે કડક કાર્યવાહી થશે:કલેક્ટર અર્પિત સાગરે રોડ સેફ્ટી કમિટી બેઠકમાં સૂચના આપી

    6 days ago

    મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે 'જિલ્લા રોડ સેફ્ટી કમિટી'ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા, ટ્રાફિક વ્યવસ્થાપન અને નાગરિકોની સુરક્ષાને લગતા વિવિધ મુદ્દાઓ પર સઘન સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે બેઠકમાં ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, સ્કૂલે જતા બાળકોની સલામતી એ વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જે કોઈ રિક્ષાચાલકો ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડીને કે જીવના જોખમે રિક્ષા હંકારીને બાળકોને શાળાએ લઈ જતા જણાશે, તો તેઓની સામે જરાય દાક્ષિણ્ય દાખવ્યા વિના કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, લુણાવાડા શહેરની વધતી જતી ટ્રાફિકની સમસ્યાના સુદ્રઢ અને કાયમી નિવારણ માટે ઉપસ્થિત અધિકારીઓને 'એક્શન મોડ'માં આવીને ત્વરિત કામગીરી કરવા માટે કલેક્ટરશ્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં ડી.વાય.એસ.પી., સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) અધિકારી, ચીફ ઓફિસર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'આ વચેટિયો પૈસા ખાઇને સીટોનું વિતરણ કરે છે':વડોદરા કોંગ્રેસ મહામંત્રીની ઓડિયો ક્લિપ વાઈરલ, પ્રભારીને કહ્યું- નરેન્દ્ર રાવત સામે કોઇની પીપુડી વાગતી નથી
    Next Article
    Sthanik Swaraj Election 2026 | પ્રચાર દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ કર્યો વિરોધ | BJP | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment