Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આ વચેટિયો પૈસા ખાઇને સીટોનું વિતરણ કરે છે':વડોદરા કોંગ્રેસ મહામંત્રીની ઓડિયો ક્લિપ વાઈરલ, પ્રભારીને કહ્યું- નરેન્દ્ર રાવત સામે કોઇની પીપુડી વાગતી નથી

    6 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ વડોદરા શહેર કોંગ્રેસમાં જુથબંધી સામે આવી છે. વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રીની એક ઓડિય ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તેઓ વડોદરા કોંગ્રેસના પ્રભારી બિમલ શાહ સાથે વાત કરે છે અને તેમની અને મહારાષ્ટીયન સમાજની અવગણના થઈ હોવાની વાત કરે છે. આ સાથે જ કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત મનમાની અને દાદાગીરી કરતા હોવાની વાત પણ કરે છે. અપક્ષ ઉમેદવારના ટેકેદારને સ્ટેજ પર બેસાડે છે અને મહામંત્રી તરીકે તેમની અવગણના થાય છે એવી ઓડિયો ક્લિપે વડોદરાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસ નેતાને પોતાનો ફાયદો દેખાતા પ્રોટોકોલની કઈ પડી નથી વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી વિજય જાધવે દિવ્ય ભાસ્કર સાથેની જણાવ્યું હતું કે, આ સિસ્ટમ અને પ્રોટોકોલની વાત છે. અમારા નેતા રાહુલ ગાંધી સિસ્ટમને ફોલો કરી રહ્યા છે. વડોદરા શહેરમાં અમારા લડાયક નેતા ઋત્વિજ જોષીના નેતૃત્વમાં સારુ વાતાવરણ ઉભુ થયું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અમારા વોર્ડમાં સભા હતી. જેમાં વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરી હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતને પોતાનો ફાયદો જ દેખાય છે, એ વ્યક્તિને સિસ્ટમ કે પ્રોટોકોલની કશી પડી નથી. જેનાથી મેં નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દુઃખની વાત એ છે કે, પુષ્પાબેન મેકવાને અપક્ષ ઉમેદવારી કરી છે.તેમના ટેકેદાર મનોજ સિંધલને સ્ટેજ પર બોલાવીને હાર પહેરાવે છે અને અમારી અવગણના કરે છે. જેથી મેં બિમલ શાહને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, આ અમે નહીં ચલાવી લઇએ. હું પણ 2010થી કોંગ્રેસમાં સક્રિય છું અને આખી પેનલ અગાઉ ચૂંટાઇ લાવ્યો હતો. હું મહારાષ્ટ્ર સમાજનો પ્રતિનિધી પણ છું. ‘અમને પૈસાની જરુર નથી પણ સન્માન તો મળવું જોઈએ ને’ તેઓએ ઉમેર્યું હતું કે, મેં રાહુલ ગાંધીને મેઇલ પણ કર્યો છે કે, આ વ્યક્તિ(નરેન્દ્ર રાવત) પોતાની મનમાની ચલાવે છે. આ વખતની ચૂંટણીમાં હરીશ પટેલની જગ્યાએ અમી રાવતને ટિકીટ આપવાની જરૂર કેમ પડી. મર્દાનીને ટિકીટ આપી તેવી વાતો થાય છે, તો શું મર્દો ઓછા છે અહી. આ વ્યક્તિ સામ, દામ કરીને ટિકીટો લઇ આવે છે અને પોતાની દાદાગીરી ચલાવે છે. આ સભા નરેન્દ્ર રાવતની સભા નહોતી. આ કોંગ્રેસ પક્ષની હતી. અમે કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હોય, અમે સિનિયર લિડર હોય, ત્યારે અમારું સ્ટેજ પર માન સન્માન જળવાવું જોઇએ. અમે પૈસા માંગતા નથી. અમે સન્માન માંગીએ છીએ. અમારી અવગણના કરી છે. મહારાષ્ટ્રીયન સમાજનું હું પ્રતિનિધિત્વ કરું છું. અમારા સમાજની પણ અવગણના થઈ છે. ‘પૈસા ખાઈને વચેટિયો ટિકિટનું વિતરણ કરે છે’ તેઓએ કહ્યું કે, રાહુલ ગાંધીને હું કહેવા માંગુ છું કે, તમે ગુજરાતમાં ભાજપને હરાવવાની વાત કરો છો અને એ તમારું સ્વપ્ન છે અને આ વચેટીયો પૈસા ખાઇને સિટોનું વિતરણ કરે છે, એમને પણ સસ્પેન્ડ કરો. આ ચૂંટણીમાં વોર્ડ નં 1માં એક બેઠક ગુમાવશે એવું દેખાઈ રહ્યું છે. સેન્સ પ્રક્રિયા લેવા આવે છે તે શું અભણ છે. હું તો કહું છું કે, જેને પણ એમને ટિકીટ આપી છે, તેમને પણ સસ્પેન્ડ કરો. મને આ વિષયમાં સસ્પેન્ડ કરે તો મને કોઇ ફરક પડતો નથી. હું રાજીનામુ આપવાનો પણ નથી. નરેન્દ્ર રાવત આખા વોર્ડ નં-1 ડિસ્ટર્બ કર્યો છે. હરીશ પટેલની ટિકીટ કપાઇ તેનાથી આખુ છાણી ગામ નારાજ છે. નરેન્દ્ર રાવત છાણી ગામમાં જશે તો લોકો તેને મારશે. ‘દરેક વ્યક્તિને સ્ટેજ પર બેસાડવાનું હંમેશા શક્ય હોતું નથી’ વડોદરા શહેર કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ છે. ભાજપે જે રીતે ઉમેદવારોના ફોર્મ ખેંચાવીને બિનહરીફ બનવાના અને સત્તા આંચકી લેવાના પ્રયાસો કર્યા છે, તેની સામે અમારા ધરણાના કાર્યક્રમો ચાલુ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવી કોઈ અવગણના થઈ નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં અને રહી વાત હોદ્દાની તો વડોદરા શહેરમાં અમારી પાસે ઘણા હોદ્દેદારો છે. દરેક વ્યક્તિને સ્ટેજ પર બેસાડવાનું હંમેશા શક્ય હોતું નથી. તેઓ કોંગ્રેસ પાર્ટીના જ હોદ્દેદાર છે અને આટલી મોટી નોંધ લેવી પડે તેવું કોઈ ગંભીર કામ થયું નથી. ચૂંટણી પહેલા ઘણા લોકો પાર્ટીમાં આવતા હોય છે અને અમે તેમનું સ્વાગત કરીએ છીએ. પક્ષમાં 1 ટકા પણ ખેંચતાણ નથી. અમારી પેનલ જંગી બહુમતીથી જીતવાની છે. કોઈ પણ પ્રકારની 'લેતી-દેતી'ની વાત પાયાવિહોણી છે. ‘નરેન્દ્રભાઈની કોઈ સીધી જવાબદારી નહોતી’ વડોદરાના કોંગ્રેસના પ્રભારી બિમલ શાહે જણાવ્યું હતું કે, વિજયભાઈએ મને જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે તેમને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા નહોતા. બાકીના બધા જ લોકોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું, તો તેમને કેમ નહીં? એવો તેમનો પ્રશ્ન હતો. મેં તેમને કહ્યું કે ભાઈ, આ બાબતે મને અત્યારે પૂરતી જાણકારી નથી. હું ચોક્કસપણે તપાસ કરીશ કે ત્યાં ખરેખર શું બન્યું હતું. જે કોઈ જવાબદાર વ્યક્તિઓને આ બાબતે મારે કહેવાનું થશે, તેમને હું સ્પષ્ટ કહી દઈશ કે બીજી વખત આવી ભૂલ ન થાય. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા જવાબદાર કાર્યકર્તાઓને સ્ટેજ પર સન્માનજનક સ્થાન મળે. હું માનું છું કે આ એક સામૂહિક જવાબદારી છે. પરંતુ, પક્ષ તરફથી ફરી ક્યારેય આવી ભૂલ ન થાય તેની અમે પૂરેપૂરી તકેદારી રાખીશું.
    Click here to Read More
    Previous Article
    બાયડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર બગડ્યું:અમદાવાદમાં ભાજપના ગ્રુપના સ્ક્રીનશોટ વાઇરલ, સુરતમાં BJPના ઉમેદવારોનો વિરોધ
    Next Article
    બાળકોના જીવ જોખમાવતા રિક્ષાચાલકો સામે કડક કાર્યવાહી થશે:કલેક્ટર અર્પિત સાગરે રોડ સેફ્ટી કમિટી બેઠકમાં સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment