Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોડિયાના દરિયામાં ડોલ્ફિનનો વીડિયો વાયરલ:દરિયાકિનારે ડોલ્ફિનના દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણ

    1 week ago

    જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના દરિયામાં ડોલ્ફિન માછલીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ડોલ્ફિન દરિયાના પાણીમાં કૂદાકૂદ કરતી અને મસ્તી કરતી જોવા મળે છે, જે કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો રજૂ કરે છે. સામાન્ય રીતે ડોલ્ફિન ઊંડા દરિયામાં જોવા મળતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જામનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમની અવરજવર વધી છે. વાયરલ થયેલા વીડિયોમાં ડોલ્ફિનનું એક ઝૂંડ દરિયાના મોજાં સાથે કિલ્લોલ કરતું સ્પષ્ટપણે દેખાય છે. સ્થાનિક લોકો અને માછીમારો દ્વારા આ વીડિયો જોડિયાના દરિયાકિનારાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દરિયાઈ સૃષ્ટિની આ ઝલક જોઈને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા જ લોકો તેને જોડિયાના પ્રવાસન અને દરિયાઈ જીવસૃષ્ટિની સમૃદ્ધિ તરીકે જોઈ રહ્યા છે. જોકે, આ વીડિયો ચોક્કસ કયા સમયનો છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે, પરંતુ જોડિયા પંથકમાં આ નજારો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં 24 કલાકમાં4 ચોરી:ઘર-ઓફિસના તાળા તોડી લાખોની મત્તાની ઉઠાંતરી, રોકડ, સોનાના દાગીના, મોબાઈલ સહિતની ચીજવસ્તુ ચોરાયો
    Next Article
    TCS Religious Conversion Live | TCS નાસિકમાં 'કોર્પોરેટ જેહાદ'? | Nida Khan | Tata Nashik | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment