Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભાજપે ટિકિટ ફાળવણીમાં લોહાણા સમાજની બાદબાકી કરી':રઘુવંશી યુવા શક્તિ સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખે રોષ વ્યક્ત કર્યો, આવતીકાલે યોજાશે રઘુવંશી સ્વાભિમાન સંમેલન

    6 days ago

    રાજકોટ મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની યાદી સામે આવતા જ શહેર ભાજપમાં નારાજગીના સુર જોવા મળ્યા હતા. વોર્ડમાં આગેવાનોની નારાજગી બાદ હવે શહેરમાં કેટલાક જ્ઞાતિ સમીકરણો આધારે સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. આ વર્ષે ભાજપ દ્વારા એક પણ લોહાણા સમાજના પુરુષ આગેવાનને ટિકિટ આપવામાં ન આવતા લોહાણા સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. આવતીકાલે રાત્રે રઘુવંશી સ્વાભિમાન સંમેલન અંગે બેઠક બોલાવવામાં આવી છે. જેમાં આગામી સમયમાં મહાસંમેલન અંગે ચર્ચા વિચારણા અને કાર્યક્ર્મ નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 1,2,3 અને 14માં લોહાણા સમાજની વસ્તી હોવા છતાં ટિકિટ ફાળવણી ન કરી સમાજની અવગણના કરવામાં આવી હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 'લોહાણા સમાજના એક પણ પુરુષને ટિકિટ ન આપી' રઘુવંશી યુવા શક્તિ સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ કે.ડી રઘુવંશીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર છે. આ ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં લોહાણા સમાજની બાદબાકી કરી અવગણના કરવામાં આવી છે. માત્ર 3 મહિલા ઉમેદવારને ટિકિટ ફાળવી એક પણ પુરુષ ઉમેદવારને ટિકિટની ફાળવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી નથી. કે.ડી રઘુવંશીએ વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 1, 2, 3, અને 14માં લોહાણા સમાજના મતદારો વસવાટ કરી રહ્યા છે. વિધાનસભા પશ્ચિમ વિસ્તારમાં 70,000થી વધુ મતદારો રહે છે. આમ છતાં આ વિસ્તારમાં એક પણ લોહાણા સમાજના પુરુષ આગેવાનને ટિકિટ આપવામાં આવી નથી. ભાજપના આ નિર્ણયથી સમાજમાં નારાજગી છે માટે આવતીકાલે ખાસ રઘુવંશી સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રઘુવંશી સ્વાભિમાન મહા સંમેલન બોલાવવામાં આવશે. આ માટે ચર્ચા વિચારણા આવતીકાલની બેઠકમાં કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના વડીલોના આશ્રમમાં સત્યનારાયણ કથાનું આયોજન:સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તિમય માહોલ સર્જાયો
    Next Article
    BJP corporators meet with Naresh Patel | ભાજપના કોર્પોરેટરોની નરેશ પટેલ સાથે બેઠક | Patidar Samaj

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment