Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 'ટીમ ટીમ તારા' કાર્યક્રમનો પ્રારંભ:અપરાજીથા ફાઉન્ડેશન દ્વારા બાળકોને વ્યસનમુક્તિ અને ઉમદા નાગરિક બનાવવા માટેનું એક સ્તુત્ય અભિયાન

    6 days ago

    અમદાવાદ સ્થિત બાળ સુરક્ષા એકમ હેઠળના મુસ્લિમ યતીમખાનાના આંગણે અપરાજીથા ફાઉન્ડેશનના પ્રેરક પ્રકલ્પ 'ટીમ ટીમ તારા' પ્રોગ્રામનો ગરિમાપૂર્ણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ કાર્યક્રમમાં જિલ્લા બાળ પ્રોટેકશન અધિકારી, સંસ્થાના અધિક્ષકશ્રી તેમજ બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ અને સ્ટાફ મિત્રોએ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ અવસરે ફાઉન્ડેશનના સ્ટેટ પ્રોજેક્ટ કોર્ડિનેટર મિહિરભાઈ શુક્લા દ્વારા બાળકોને 'વ્યસનમુક્તિ'ના વિષય પર એક પ્રભાવશાળી વીડિયો પ્રસ્તુતિ બતાવી, તેમને નશાની બદીથી દૂર રહી સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. અપરાજીથા ફાઉન્ડેશનના નેજા હેઠળ કાર્યરત 'ટીમ ટીમ તારા' પ્રોગ્રામ એ ખરા અર્થમાં બાળકોના જીવન કૌશલ્યોના સિંચન માટેનો એક નવતર પ્રયોગ છે. આ પ્રોગ્રામમાં અત્યાધુનિક વીડિયો માધ્યમનો ઉપયોગ કરીને બાળકોને સંવાદ કળા (Communication), સમયનું સુવ્યવસ્થિત આયોજન (Time Management) અને જીવનનું લક્ષ્ય નિર્ધારિત (Goal Setting) કરવા જેવી વિવિધ પાયાની કુશળતાઓનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. બાળકોના જીવન કૌશલ્યોને સુદ્રઢ બનાવી, તેમને સમાજમાં એક જવાબદાર અને શ્રેષ્ઠ નાગરિક તરીકે સ્થાપિત કરવામાં અપરાજીથા ફાઉન્ડેશન પાયાની અને પથદર્શક ભૂમિકા અદા કરી રહ્યું છે. અપરાજીથા ફાઉન્ડેશન ગુજરાતમાં 77 લાખ વિદ્યાર્થીઓ સાથે જીવન કૌશલ્યના વિડીયોના માધ્યમથી એમના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી રહ્યું છે આ સાથે 54 હજારથી વધુ સ્કૂલો ગુજરાતની 'ટીમ ટીમ તારા પ્રોગ્રામ' અંતર્ગત જોડાયેલી છે જેમાં સરકારી સ્કૂલો, બાળ સુરક્ષા કેન્દ્રો,આ સિવાય જવાહર નવોદય સાથે સાથે કોર્પોરેશન સ્કૂલો તથા બી.એડ કોલેજોનો સમાવેશ થાય છે
    Click here to Read More
    Previous Article
    મહીસાગરના વાતાવરણમાં પલટો, 42°C સાથે રાજકોટ સૌથી ગરમ:19થી 21 એપ્રિલ કરા સાથે વરસાદની આગાહી, મેમાં ગરમી ભુક્કા બોલાવશે
    Next Article
    Myanmar Reduces Ex-leader Aung San Suu Kyi's Sentence: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment