Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરના વાતાવરણમાં પલટો, 42°C સાથે રાજકોટ સૌથી ગરમ:19થી 21 એપ્રિલ કરા સાથે વરસાદની આગાહી, મેમાં ગરમી ભુક્કા બોલાવશે

    6 days ago

    ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 19, 20 અને 21 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. આજે 17 એપ્રિલે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વાદળો છવાતા ગરમી અને આકરા તાપમાંથી લોકોને રાહત મળી છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40°Cને પાર પહોંચી ગયો છે. આગામી બે દિવસમાં તાપમાન 40થી 42°C આસપાસ રહી શકે છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એપ્રિલના અંત અને મેમાં ભૂક્કા બોલાવે તેવી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તાપમાનની વાત કરીએ તો રાજ્યના ચાર શહેરમાં ગુરૂવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયુ છે. રાજકોટ 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ રહ્યું છે. તો સુરેન્દ્રનગર 41°C સાથે બીજા ક્રમે રહ્યું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે અને આજે પણ 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ગાંધીનગરના હવામાનની વાત કરીએ તો અત્યાર બપોર 12 વાગ્યાથી જ ગરમીનો પારો 38 ડિગ્રી પહોંચી ચૂક્યો છે, જે બપોર બે વાગ્યા સુધી 41 ડિગ્રી સુધી જવાની શક્યતા વર્તાઈ છે. શહેરમાં ગરમીને લઈ રસ્તાઓ સૂમસાન થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. આગામી દિવસો કેવા રહેશે? હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર-પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે. સાથે-સાથે, દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિમી ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. તેમજ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર લાવી શકે છે. વરસાદની આગાહી મુજબ, 17 અને 18 એપ્રિલ દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. જોકે, 19થી 21 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. માછીમારો માટે રાહતની વાત એ છે કે, આગામી પાંચ દિવસ માટે કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સ વચ્ચે રહેવાની સંભાવના છે. મેમાં કાળઝાળ ગરમી અને વરસાદની સંભાવનાઃ અંબાલાલ પટેલ હવામામ નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે 19, 20 અને 21 એપ્રિલે બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે. પંચમહાલના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દરિયો તોફાની બનવાની સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કરા પડવાની પણ સંભાવના છે. આગામી 26, 27, 28 એપ્રિલના રોજ વધુ ગરમી પડવાની આગાહી છે. રાજ્યમાં એપ્રિલના અંતમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે. 29 એપ્રિલથી લગભગ મેની શરૂઆતમાં ફરી હવામાનમાં પલટો આલશે, જેમાં 11થી 20 મેમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે. 23 મે આસપાસ દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ફરી એક હલચલ જોવા મળશે.. MP-રાજસ્થાનના 10 શહેરોમાં તાપમાન 42°C ને પાર મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી લૂ ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે 20 એપ્રિલ સુધી આ રાજ્યોમાં ગરમી અને બફારાથી રાહત મળવાની આશા નથી. તાપમાન 40 થી 44°C ની વચ્ચે રહી શકે છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    The untold stories and hidden life of William Wordsworth
    Next Article
    અમદાવાદમાં 'ટીમ ટીમ તારા' કાર્યક્રમનો પ્રારંભ:અપરાજીથા ફાઉન્ડેશન દ્વારા બાળકોને વ્યસનમુક્તિ અને ઉમદા નાગરિક બનાવવા માટેનું એક સ્તુત્ય અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment