Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર કોર્ટ ખસેડવાના નિર્ણય સામે વકીલોનો રોષ:જોરાવર પેલેસથી જગાણા ખસેડવાની કવાયત સામે ધરણાં

    1 week ago

    બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી કોર્ટોને જોરાવર પેલેસથી જગાણા ખસેડવાની કવાયત સામે વકીલ આલમમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ નિર્ણયના વિરોધમાં આજે પાલનપુર બાર એસોસિએશન દ્વારા કોર્ટ સંકુલમાં ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાલનપુર બાર એસોસિએશન છેલ્લા ઘણા સમયથી આ કોર્ટોને અન્ય જગ્યાએ ન ખસેડવા અને જોરાવર પેલેસમાં જ રાખવાની માંગ કરી રહ્યું છે. જોકે, તંત્ર દ્વારા આ માંગણી સ્વીકારવામાં ન આવતા વકીલોમાં રોષ જોવા મળ્યો છે. આજે કોર્ટ સંકુલમાં બાર એસોસિએશનના વકીલોએ ધરણાં પર બેસી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમણે સ્પષ્ટ માંગ કરી હતી કે કોર્ટ સંકુલને જગાણા ખસેડવાની કવાયત રદ કરવામાં આવે. બાર એસોસિએશને એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આ નિર્ણય રદ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં માત્ર વકીલો જ નહીં, પરંતુ પાલનપુરના સ્થાનિકોને સાથે રાખીને આંદોલનો શરૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લુખ્ખા-ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો આવશે: સંઘવી:વડોદરામાં કોંગ્રેસના લોકશાહી બચાવો ધરણાં; ચૂંટણી ટાણે નરેશ પટેલ ફરી મેદાનમાં
    Next Article
    રાજ્યમાં 19-20 એપ્રિલે વરસાદની આગાહી:મહીસાગરમાં વાદળછાયા વાતાવરણથી ગરમીમાં રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment