Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પ્રસાદીના લાડુમાં ઝેર ભેળવવાનો કેસ:આરોપી મહિલાના દીકરાએ પીડિત પરિવારના જર્મની અભ્યાસ કરતા દીકરાને ધમકાવ્યો, 'ઘેનની ટીકડી હતી જો બીજી હોત તો પૂરું થઈ જાત'

    1 week ago

    સુરતમાં મોટા વરાછા સ્થિત શાલીગ્રામ સ્ટેટ્સ સોસાયટીમાં પાડોશમાં રહેતી મહિલાએ પુત્રીના પ્રેમલગ્નની અદાવત રાખી ગોરધનભાઈ ડોંડા નામના વૃદ્ધ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની કોશિશ કરતાં પોલીસે ઉષા નામની મહિલાની ધરપકડ કરી છે. ત્યારે આરોપી મહિલાનો પુત્ર પીડિત ડોંડા પરિવારના જર્મની અભ્યાસ કરતા દીકરાને ધમકાવતો હોવાનું પણ સામે આવ્યું છે. કોલ કરીને કહેતો હતો કે ઘેનની ટીકડી નાખી હતી. જો કઈ બીજી ટીકડી નાખી હોત તો કાયદેસર પૂરું થઈ ગયું હોત. 'બીજી ટીકડી નાખી હોત તો તો કાયદેસર પૂરું જ થઈ ગયું હોત' આ સમગ્ર ઘટનામાં જ્યારે ભોગ બનનાર પરિવારે મીડિયામાં આરોપી મહિલા અંગે આક્ષેપો કર્યા હતા. ત્યારે આરોપી મહિલા ઉષા નાકરાણીના પુત્રએ ભોગ બનનાર કિરણબેન ડોંડાના જર્મની અભ્યાસ કરતા પુત્રને કોલ કરીને ધમકાવ્યો હતો. આ પણ વાંચો: પ્રસાદીમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાનું કાવતરું:બુંદીના લાડુમાંથી દવાની ટીકડીઓ નીકળી કોલ કરીને કહ્યું હતું કે, તું તારા પપ્પાને એવી રીતે વાત કર કે પપ્પા આપણે બધું અંદરો અંદર છે. આપણને ઘરનું થાય, એમને પણ ઘરનું થાય, એનેય દુઃખ લાગે, બધાને દુઃખ લાગે. એની ક્રેડિટ જાય, આપણી ક્રેડિટ જાય. અને તો પણ મળે શું કંઈ? લાડવો મળ્યો? આ તો બચી ગયા કે હાલો ઘેનની ટીકડી નાખી હતી કે માથાની ટીકડી નાખી હતી, એક વસ્તુ સમજી લે. કંઈક બીજી ટીકડી નાખી હોત તો તો કાયદેસર આપણે પૂરું જ થઈ ગયું હોત, એક વસ્તુ સમજી લેજે. આ તો આપણા નસીબ અને કરમ કે ભાઈ એટલું નહોતું થવાનું ને તોય આમાં આટલી બધી વસ્તુ ઉમેરીને થઈ ગઈ છે, એક વસ્તુ સમજી લેજે. ‘એવું કરવું હોય તો આવી દવા ન નાખે’ વધુમાં ધમકાવતા કહ્યું હતું કે, સમજો કંઈ? એટલે તું તારી રીતે તારા પપ્પાને કંઈક હવે કન્વિન્સ કર, કોઈને, તારા દાદાને, કે આવી રીતે પપ્પા કે દાદા કે બાપુજી આવી રીતે છે, હવે જે કંઈ થઈ ગયું છે એનું જે તમારે સમજવું હોય એક વસ્તુ સમજી લેજો. આપણે કંઈ નથી એવા કોઈ અને આપણો એવો કોઈ ઈરાદો હતો નહીં કે ભાઈ તમને આવી રીતે સાવ કરી દઈએ. અને એવું કરવું હોય તો આવી દવા ન નાખે, એક વસ્તુ સમજે. બાકી તું ઓળખે છે. આ પણ વાંચો: પડોશી મહિલાએ લાડુમાં ઉંઘની ગોળીઓ નાંખી હતી, લગ્ન માટે દીકરીને ભગાડી હોવાની શંકાએ વેર વાળવા ષડ્યંત્ર ઘડ્યું ઘટના શું હતી? નિવૃત્ત જીવન ગાળતાં 70 વર્ષીય ગોરધનભાઈ વશરામભાઈ ડોંડા (મૂળ રહે. નારી, જિ. ભાવનગર) 10 એપ્રિલે બપોરે ગાર્ડનમાંથી પરત ફર્યા ત્યારે તેમના ફ્લેટના ઉંબરામાં એક પ્લાસ્ટિકની થેલીમાં બે લાડુ જોવા મળ્યા હતા. કોઈ પ્રસાદી મૂકી ગયું હશે તેમ સમજી ગોરધનભાઈએ તેમાંથી ચુરમાના લાડુનો ટુકડો ખાધો હતો અને તેમની પુત્રવધૂ કિરણબેનને પણ આપ્યો હતો. પ્રસાદી સમજીને લાડુ ખાધાના થોડા સમય બાદ ગોરધનભાઈ તેમના મિત્ર સાથે ઉત્રાણ પાવર હાઉસ પાસે મઠો લેવા ગયા હતા, જ્યાં તેમને અચાનક ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા. તેને કિરણ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બે દિવસની સારવાર બાદ ભાનમાં આવ્યા હતા. બીજી તરફ તેમની પુત્રવધૂ કિરણબેનને પણ ઝેરી અસર થતા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવના પગલે ઉત્રાણ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ગોરધનભાઈની સામેના ફ્લેટમાં રહેતી ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણીની દીકરી એકાદ વર્ષ પહેલા એક યુવક સાથે ભાગી જઈ લવ મેરેજ કર્યા હતા. ઉપાબેનને વહેમ હતો કે આ વાતની જાણ ગોરધનભાઈની પુત્રવધૂ કિરણ અને પૌત્રી ઈશાને હતી. તેમજ તેની આ દીકરી ડોંડા પરિવાર સાથે વાતચીત કરતી હતી, જે પસંદ ન હતી. તેમજ નિકીતાને પ્રેમલગ્ન કરવા પાછળ તેઓનો હાથ હતો, છતાં તેમણે જણાવ્યું નહોતું. આ અદાવત રાખી ઉષાબેને લાડુમાં ઊંઘની ગોળીઓ ભેળવી પરિવારને ખતમ કરવાના ઈરાદે દરવાજા પાસે મૂક્યા હતા. ગોરધનભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને ઉષાબેન નાકરાણી (રહે. શાલીગ્રામ એપાર્ટમેન્ટ, ઉત્રાણ, મૂળ રહે. કુજડી, જિ. ભાવનગર)ની ધરપકડ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Parliament Special Session Live Updates: Amit Shah holds meeting with key ministers, BJP chief ahead of voting for Bills at 4 pm
    Next Article
    ચૂંટણી માટે ભાજપનું 'વિઝન વાપી':નાણાં મંત્રી કનુ દેસાઈએ વિકાસ કાર્યોની વિગતો આપી, વાપી મહાનગરપાલિકાની ચૂંટણીનો BJPનો ચૂંટણી ઢંઢેરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment