Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી મતદાન માટે આવી શકે:અમિત શાહ, આનંદીબેન સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ વોટિંગ કરી શકે; રાજકોટના કોંગ્રેસ કાર્યાલયમાં ચૂલા સળગ્યા

    1 week ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર મતદાનમાં દેશના ટોચના નેતાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, નરેન્દ્ર મોદી પણ અમદાવાદમાં મતદાન કરશે એટલે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવાની તૈયારી શરૂ કરાઈ છે. સાથે જ અમિત શાહ, આનંદીબેન પટેલ, મંગુભાઇ પટેલ, મનસુખ માંડવીયા, સી.આર.પાટીલ અને નિમુબેન બાંભણિયા પણ પોતાના મતક્ષેત્રોમાં હાજર રહી મતદાન કરી શકે છે. ઈરાન-ઈઝરાયલના યુદ્ધની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે. રાજકોટના કોંગ્રેસ કાર્યાલયમાં ચૂલા સળગ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન બહેનોના પ્રશ્ન અમને સાંભળવા મળ્યા છે કે ગેસ સિલિન્ડર મળતા નથી અને મળે તો બમણા ભાવ લેવામાં આવે છે. લોકોની વેદના સમજી અમે પણ અમારા ચૂંટણી કાર્યાલયમાં બને ત્યાં સુધી દેશી ચૂલો બનાવી રસોઈ બનાવવાની શરૂઆત કરી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 29ના ભાજપના ઉમેદવાર સુધા પાંડેની શૈક્ષણિક વિગતોએ ભારે ચર્ચા જગાવી છે. તેમના સોગંદનામા મુજબ, સુધા પાંડેએ વર્ષ 1997માં BAની ડિગ્રી મેળવી હોવાનું દર્શાવ્યું છે, જ્યારે તેની ઉપરની વિગતમાં તેમણે વર્ષ 1996માં MA પૂર્ણ કરી લીધું હોવાનો ઉલ્લેખ કર્યો છે. ગ્રેજ્યુએશન પહેલા માસ્ટર્સની પદવી મેળવવાની આ અજીબોગરીબ વિસંગતતાને કારણે વિપક્ષોએ તંત્રની કામગીરી અને ઉમેદવારની લાયકાત સામે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે સત્તાના જોરે ફોર્મ મંજૂર થયું છે. અમદાવાદમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાની અસારવા વિધાનસભામાં અસારવા વોર્ડમાં ભાજપ વિરોધી લાગેલા પોસ્ટરો ઉતારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી. કમળનું ફૂલ અમારી ભૂલ લખેલા પોસ્ટર ઉતારવાની કાર્યવાહી કરતાં સ્થાનિક રહીશો ભેગા થઈ ગયા હતા. સરકારી પોસ્ટર ન હોવા છતાં પણ ભાજપ વિરોધી લાગેલું પોસ્ટર મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઉતારવા પહોંચ્યા હતા જેને લઇને સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો. સુરતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. એક સભામાં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ ભાજપને ચીમકી આપતા કહ્યું કે, જો ભાજપ 'ભૂપતવાળી' (તોડજોડની રાજનીતિ) કરશે, તો જનતા આ વખતે 'વિસાવદરવાળી' (પરાજય) કરશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ છેલ્લા 10 વર્ષથી વિપક્ષના નેતાઓને ખરીદીને જ સત્તા પર ટકી રહી છે. જે નેતાઓ ભાજપને ગાળો દેતા હતા, તેમને જ ભાજપ ખરીદીને મોટા નેતા બનાવી દે છે. ચૂંટણી માહોલ જામતા જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના અસલ મિજાજમાં જોવા મળી રહ્યા છે. કડીમાં એક સભાને સંબોધતા તેમણે બોલ્યા કે જેમ વેવાઈ જોઇએ એમ ઉમેદવાર જોઇને મત આપજો. કોંગ્રેસની 'નો ગેરંટી' સામે ભાજપની 'ફૂલ ગેરંટી' છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને હવે પાલિકા-પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ ખેંચવાની મુદ્દત પૂરી થતાની સાથે જ રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણી પંચના આંકડા મુજબ 39,349 ફોર્મમાંથી 11 હજારથી વધુ ફોર્મ રદ થયા છે અને 694 બેઠકો બિનહરીફ થઈ છે. હવે બાકીની બેઠકો 25,568 પર ઉમેદવારો પોતાનું ભાવિ નક્કી કરવા મેદાનમાં છે.
    Click here to Read More
    Previous Article
    સંભલ મસ્જિદની 35 ફૂટ ઊંચી મિનાર તોડી પાડવાની તૈયારી:મજૂર મિનાર પર ચડ્યો, દુકાનોને બુલડોઝરથી તોડી પાડવામાં આવી
    Next Article
    Gujarat Weather News LIVE | ચોમાસામાં મોટી આફત માથે! ગુજરાતમાં હાહાકાર થશે? | Farmers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment