Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુગારીઓના રંગમાં ભંગ પડયો:કલોલના વાસજડામાં જુગારધામ પર પોલીસનો દરોડો, ત્રણ ઝડપાયા અને એક ફરાર

    3 days ago

    કલોલ તાલુકાના વાસજડા ગામની સીમમાં જાહેરમાં જુગારધામ પર સાંતેજ પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી ત્રણ જુગારીને 12 હજાર 500 રોકડ સહિત જુગારના સાહિત્ય સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે એક જુગારી પોલીસને હાથતાળી આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે ખાનગી વાહનમાં રેડ કરી સાંતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે વાસજડા ગામની સીમમાં નહેરની બાજુમાં આવેલા બાવળના ઝાડ નીચે કેટલાક શખસો એકઠા થઈને રુપિયાથી હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીને આધારે પોલીસે ખાનગી વાહનમાં જઈને જ્યાં જુગાર રમાતો હોય ત્યાં દરોડો પાડ્યો હતો. ત્રણ શખ્સ જુગાર રમતા ઝડપાયા દરમિયાન પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે જગ્યા કોર્ડન કરીને ત્રણ શખસને સ્થળ પર જ દબોચી લીધા હતા. જ્યારે રમણજી ઠાકોર નામનો શખસ પોલીસને હાથતાળી આપી ભાગી છૂટ્યો હતો. આ અંગે ​પકડાયેલા જુગારીની પૂછપરછ કરતા તેમની ઓળખ કમલેશ ઉર્ફે ટીનાજી દંતાણી (રહે. સોલા, અમદાવાદ), વિક્રમસિંહ સોલંકી (રહે.દેત્રોજ, અમદાવાદ) અને વરસંગજી ઉર્ફે રાજેશ ઠાકોર (રહે. વાસજડા,કલોલ) તરીકે થઈ છે. પોલીસે જુગારીઓ પાસેથી કુલ 12,500 રોકડ તેમજ જુગારનું સાહિત્ય કબજે લઈ જુગારધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદનો આસારામ આશ્રમ તોડવાનો માર્ગ મોકળો:હાઇકોર્ટની ડબલ જજની બેંચે આશ્રમની અપીલ નકારી, હવે ગમે ત્યારે તૂટશે
    Next Article
    વઢવાણ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ:29 એપ્રિલથી 13 મે દરમિયાન વઢવાણ રેલવે મેદાનમાં રમાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment