Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદનો આસારામ આશ્રમ તોડવાનો માર્ગ મોકળો:હાઇકોર્ટની ડબલ જજની બેંચે આશ્રમની અપીલ નકારી, હવે ગમે ત્યારે તૂટશે

    3 days ago

    આસારામ આશ્રમ તોડવાનો માર્ગ મોકળો થયો છે. હાઇકોર્ટની ડબલ જજની બેંચે આશ્રમની અપીલ નકારી કાઢી છે. હવે ગમે તે ઘડીએ આસારામ આશ્રમ તોડી પડાશે. અગાઉ અમદાવાદ સ્થિત મોટેરામાં આવેલા આસારામ આશ્રમની જમીન પાછી લેવા કલેક્ટરે આદેશ કર્યો હતો. કલેક્ટરે આદેશમાં નોંધ્યું હતું કે આશ્રમે જમીન આપતી વખતે સરકારે મૂકેલી શરતો ભંગ કરી છે. ત્યારબાદ આશ્રમે કલેક્ટરના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટ સિંગલ જજે કલેક્ટરના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો, જેથી આશ્રમે ડબલ જજની બેન્ચ સમક્ષ સિંગલ જજના હુકમને પડકાર્યો હતો. હાઇકોર્ટની ડબલ જજની બેંચે આશ્રમની અપીલ નકારી નોંધ્યું હતું કે આશ્રમે વારંવાર નિયમોનો ભંગ કર્યો છે અને નદીની જમીન પણ પચાવી છે. નદીનું જમીનનું રેગ્યુલરાઇઝેશન થઈ શકે નહી. આશ્રમે સ્ટે માંગી કહ્યું હતું કે 45 વર્ષ કરતા વધુ સમયથી આ જમીન અમારા કબજામાં છે. તો હાઇકોર્ટે કહ્યું કે જમીન ખાલી કરો તો સ્ટે આપીએ. આશ્રમે કહ્યું કે બાહેંધરી આપીએ તો સુપ્રીમમાં આદેશ મુજબ અપીલ થઈ શકે નહીં. હાઇકોર્ટે કહ્યું આશ્રમે 4 અઠવાડિયા માટે સ્ટે માંગ્યો છે, જેથી તેઓ ઉપરની કોર્ટમાં અપીલમાં જઈ શકે. જો કે સરકારી વકીલે બાહેંધરી આપી કે આશ્રમને લેન્ડ રેવન્યુ કોડ 202 અંતર્ગત નવી નોટિસ આપવામાં આવશે, જેથી તેઓ જગ્યા ખાલી કરીને સરકારને સોંપી શકે. આશ્રમની જમીન ખાલી કરવા લેન્ડ રેવન્યુ કોડ 202 અંતર્ગત ઓથોરિટી નવી નોટિસ આપશે. એ પછી નોટીસમાં દર્શાવેલ સમયમાં દબાણવાળી જગ્યા જાતે ખાલી કરવાની હોય છે, નહીંતર ઓથોરિટી તોડશે. 500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે! અમદાવાદમાં આગામી કોમનવેલ્થને લઈને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ શરૂ થયું છે. ત્યારે મોદી સ્ટેડિયમની બાજુમાં સાબરમતી વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જગ્યામાં હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. 500 કરોડની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલાં છે, જેને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. ત્યારે 21 જાન્યુઆરી, 2026એ AMCએ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી છે, અને એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવા સૂચના આપી છે. તેથી આગામી સમયમાં 500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે! વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    BA પહેલા MA પૂરું કર્યું?:વોર્ડ-29ના ઉમેદવાર સુધા પાંડેની શૈક્ષણિક વિગતોમાં વિસંગતતા, સત્તાના જોરે ફોર્મ મંજૂર થયાના વિપક્ષના આક્ષેપ
    Next Article
    જુગારીઓના રંગમાં ભંગ પડયો:કલોલના વાસજડામાં જુગારધામ પર પોલીસનો દરોડો, ત્રણ ઝડપાયા અને એક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment