Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસારામ આશ્રમ તોડવાનો માર્ગ મોકળો:હાઇકોર્ટની ડબલ જજની બેંચે આશ્રમની અપીલ નકારી, હવે ગમે ત્યારે તોડી પડાશે

    6 days ago

    આસારામ આશ્રમ તોડવાનો માર્ગ મોકળો થયો છે. હાઇકોર્ટની ડબલ જજની બેંચે આશ્રમની અપીલ નકારી કાઢી છે. હવે ગમે તે ઘડીએ આસારામ આશ્રમ તોડી પડાશે. અગાઉ અમદાવાદ સ્થિત મોઢેરામાં આવેલા આસારામ આશ્રમની જમીન પાછી લેવા કલેક્ટરે આદેશ કર્યો હતો. કલેક્ટરે આદેશમાં નોંધ્યું હતું કે આશ્રમે જમીન આપતી વખતે સરકારે મૂકેલી શરતો ભંગ કરી છે. ત્યારબાદ આશ્રમે કલેક્ટરના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટ સિંગલ જજે કલેક્ટરના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો, જેથી આશ્રમે ડબલ જજની બેન્ચ સમક્ષ સિંગલ જજના હુકમને પડકાર્યો હતો. હાઇકોર્ટની ડબલ જજની બેંચે આશ્રમની અપીલ નકારી નોંધ્યું હતું કે આશ્રમે વારંવાર નિયમોનો ભંગ કર્યો છે અને નદીની જમીન પણ પચાવી છે. નદીનું જમીનનું રેગ્યુલરાઇઝેશન થઈ શકે નહી. આશ્રમે સ્ટે માંગી કહ્યું હતું કે 45 વર્ષ કરતા વધુ સમયથી આ જમીન અમારા કબજામાં છે. તો હાઇકોર્ટે કહ્યું કે જમીન ખાલી કરો તો સ્ટે આપીએ. આશ્રમે કહ્યું કે બાહેંધરી આપીએ તો સુપ્રીમમાં આદેશ મુજબ અપીલ થઈ શકે નહીં. હાઇકોર્ટે કહ્યું આશ્રમે 4 અઠવાડિયા માટે સ્ટે માંગ્યો છે, જેથી તેઓ ઉપરની કોર્ટમાં અપીલમાં જઈ શકે. જો કે સરકારી વકીલે બાહેંધરી આપી કે આશ્રમને લેન્ડ રેવન્યુ કોડ 202 અંતર્ગત નવી નોટિસ આપવામાં આવશે, જેથી તેઓ જગ્યા ખાલી કરીને સરકારને સોંપી શકે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    સબરીમાલા કેસમાં આજે 5મા દિવસે સુનાવણી:અગાઉની સુનાવણીમાં SCએ કહ્યું હતું કે- કરોડોની આસ્થાને ખોટી ઠેરવવી મુશ્કેલ છે
    Next Article
    મોરબીમાં 100 થેલી યુરિયા ખાતર ઝડપાયું:બોલેરો ગાડીમાંથી બિલ વગરનો જથ્થો, એક શખ્સ પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment