Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘વિકાસનો સાથ આપનારા ભક્તો ને રોડાં નાખનારા અસુરો’:ભાજપના શક્તિપ્રદર્શનમાં અજય બ્રહ્મભટ્ટનો હૂંકાર; કોંગ્રેસના નેતાઓની સરખામણી 'ઘુવડ', 'ચામાચીડિયા' અને 'આંધળી ચાડકણ' સાથે કરી

    1 day ago

    ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જંગમાં પાટણ નગરપાલિકામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પાટણના વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવારોની પેનલના સમર્થનમાં મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે વિરોધ પક્ષો અને પક્ષદ્રોહીઓ સામે અત્યંત આકરા પ્રહારો કરી ચૂંટણી માહોલ ગજવ્યો હતો. ‘આખી પેનલ જીતાડો, નહીં તો પદ ભૂલી જાવ’ વોર્ડ નંબર 9ના ઉમેદવારો—ઇલેવન પટેલ, ડિમ્પલ પટેલ, નટવર પટણી અને ભુમિકા મોદીના પ્રચાર અર્થે સંબોધન કરતાં અજય બ્રહ્મભટ્ટે કાર્યકર્તાઓને સ્પષ્ટ શબ્દોમાં શિસ્તનો પાઠ ભણાવ્યો હતો. તેમણે કહ્યું કે, જો વોર્ડમાં આખી પેનલ વિજેતા નહીં બને, તો તે વોર્ડના કોઈપણ સભ્યને નગરપાલિકામાં મુખ્ય હોદ્દો આપવામાં આવશે નહીં. જે કાર્યકર્તાઓ છૂપી રીતે અપક્ષ ઉમેદવારોને મદદ કરશે, તેમના માટે આગામી 5 વર્ષ સુધી પક્ષના દરવાજા બંધ કરી દેવામાં આવશે. ચૂંટાયા બાદ જો પ્રતિનિધિઓ ગટર, પાણી કે લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ જશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ‘વિકાસ ન દેખાય તે ઘુવડ અને ચામાચીડિયા’ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરતાં બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, રાજ્યની 750 બેઠક પર કોંગ્રેસે ફોર્મ પાછા ખેંચી લીધા છે, જે તેમની હારની કબૂલાત છે. તેમણે કોંગ્રેસી નેતાઓની સરખામણી 'ઘુવડ', 'ચામાચીડિયા' અને 'આંધળી ચાડકણ' સાથે કરતાં ઉમેર્યું કે, જેમ આ પ્રાણીઓને સૂર્યનો પ્રકાશ નથી દેખાતો, તેમ વિપક્ષને રાજ્યમાં થઈ રહેલો વિકાસ દેખાતો નથી. તેઓ માત્ર ભાગલા પાડવાનું અને ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનું રાજકારણ રમી રહ્યા છે. વિકસિત ભારતનું લક્ષ્ય: ભક્તો વિરુદ્ધ અસુરોનો જંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047'ના વિઝનને તેમણે પૌરાણિક કથા સાથે સાંકળ્યું હતું. તેમણે ગોવર્ધન પર્વતનું ઉદાહરણ આપતા કહ્યું કે, જેમ ગોવર્ધન પર્વતને ટેકો આપનારા ગોવાળો ભક્તો કહેવાયા, તેમ ભાજપને ટેકો આપી વિકાસમાં સહભાગી થનારા 'વિકાસના ભક્તો' છે. જેમ પર્વતને નીચે પાડવાની કોશિશ કરનારા અસુરો હતા, તેમ વિકાસના માર્ગમાં અવરોધ ઊભો કરનારા કોંગ્રેસ કે અપક્ષના સમર્થકો 'અસુરો' સમાન છે. અજય બ્રહ્મભટ્ટે પાટણના નાગરિકોને આહવાન કર્યું હતું કે, નગરપાલિકામાં 'પંજો' ન આવે તેની જવાબદારી જનતાની છે. ભાજપની આક્રમક રણનીતિ અને કડક શિસ્તના આદેશોએ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે.
    Click here to Read More
    Previous Article
    How sperm can be retrieved from coma patient for IVF: What Delhi HC’s ruling on soldier means
    Next Article
    ગુજરાતમાં 10 હજાર બેઠકો પર 25 હજાર મહારથીઓ વચ્ચે જંગ:પ્રચારમાં પક્ષોએ ‘સામ-દામ-દંડ-ભેદ’ની નીતિ અપનાવી, સત્તા મેળવવા માટે નીતિ-નિયમો નેવે મૂકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment