Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં જાહેર સભામાં હર્ષ સંઘવીની ગર્જના:નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- પાર્ટી બદલીને વિપક્ષમાં ગયા તેઓ ઘર ભેગા થવાના, ગુજરાતીઓને બદનામ કરનારાઓને જનતા છોડશે નહીં

    2 weeks ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શહેરના પરિવાર ચાર રસ્તા ખાતે વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ઈલેક્શન વોર્ડ નંબર 4, 5, 6, 14, 15 અને 16ના ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ હતી. માતા-બહેનો અને દીકરીઓ માટે નેતૃત્વનો નવો સૂર્યોદય સભા દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આદિવાસી પ્રદેશોના પ્રવાસ દરમિયાન મહિલા સશક્તિકરણ અને નારી શક્તિ વંદન અધિનિયમને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આજનો દિવસ ઇતિહાસમાં સ્વર્ણાક્ષરે અંકિત થશે, કારણ કે માતા-બહેનો અને દીકરીઓ માટે નેતૃત્વનો નવો સૂર્યોદય થયો છે. દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરના પ્રવાસ દરમિયાન બહેનો અને દીકરીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિવાદન અને આશીર્વાદ આપ્યા હતા. દેશ ગંગા અને ગીતાથી તેમજ દુર્ગા અને મા અંબાથી ઓળખાય છે. દેશના ઇતિહાસમાં નારીઓનું સન્માન સર્વોચ્ચ પદે રહ્યું છે. કોંગ્રેસે આ બિલનો વિરોધ કેમ કર્યો? તેમણે વડાપ્રધાનને બંને હાથ જોડીને વંદન કરતાં આભાર માન્યો અને કહ્યું કે, આવનારા દિવસોમાં નારી શક્તિ વંદન અધિનિયમ અન્વયે સંસદમાં 33 ટકા મહિલાઓને નેતૃત્વનો અવસર મળશે. સંઘવીએ ભાઈઓને સંબોધતાં કહ્યું, ભાઈઓ દુ:ખી ન થશો, બહેનો તમારું કંઈ લૂંટી લેવાની નથી. તેમણે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને પ્રશ્ન કરતાં પૂછ્યું, રાહુલ ગાંધીની બહેન, અખિલેશ યાદવની પત્ની સાંસદ બની શકે છે, લાલુ પ્રસાદ યાદવની પત્ની મુખ્યમંત્રી બની શકે છે, તો ગુજરાતની સામાન્ય દીકરી સંસદમાં કેમ બેસી શકે નહીં? કોંગ્રેસે આ બિલનો વિરોધ કેમ કર્યો? કોંગ્રેસીઓએ બિલનો વિરોધ કર્યો તેની શરમ આવવી જોઈએ વધુમાં કહ્યું કે, ગુજરાતની સામાન્ય પરિવારની બહેનો અને દીકરીઓએ સાંસદ બનવું જ જોઈએ. કોંગ્રેસીઓએ આ બિલનો વિરોધ કર્યો તેની શરમ આવવી જોઈએ. એક તરફ પરિવારવાદી રાજનીતિ અને બીજી તરફ વડાપ્રધાનના ઉત્તમ વિચારો વચ્ચે તફાવત સ્પષ્ટ છે. મોટા નેતાઓની દીકરીઓ કે પત્નીઓ નહીં, પરંતુ દેશની સામાન્ય વર્ગની દીકરીઓ સંસદમાં પ્રતિનિધિત્વ કરશે. ચૂંટણી પહેલાં જ લોકોએ તેમનો હિસાબ કરી દીધો હર્ષ સંઘવીએ ગુજરાતની જનતા અને ભાજપને દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ ગણાવ્યું હતું. તેમણે રાજ્યના હિતમાં નાગરિકો સાથે મળીને ગુજરાતને દેશનું નંબર-1 રાજ્ય બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ કે તેના સાથી પક્ષો ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરે તો ગુજરાતીઓ તેમને ક્યારેય છોડતા નથી. ચૂંટણી પહેલાં જ લોકોએ તેમનો હિસાબ કરી દીધો છે. રાજ્યની 720 સીટો પર ભાજપનો સીધો વિજય થયો તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસીઓ અને આમદ આદમી પાર્ટી EVMને દોષ આપે છે, પરંતુ આ વર્ષે EVM તેમજ કોંગ્રેસીઓ બંને થાકી ગયા છે. કોંગ્રેસને ઉમેદવારો પણ મળતા નથી અને તે દેશની સૌથી ખરાબ હાર તરફ આગળ વધી રહી છે. ગુજરાતમાં 200થી વધુ સીટો પર ભાજપનો વિજય થયો છે. જેમને જાહેર માહોલ સમજાતો હતો અને લોકો તેમને ઘરમાં ઘૂસવા દેતા નહોતા, તેમણે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. રાજ્યની 720 સીટો પર ભાજપનો સીધો વિજય થયો છે. સંઘવીએ આહ્વાન કર્યું કે દસ હજારનો આંકડો આપણે સાથે મળીને પાર કરવાનો છે, જેથી ભવિષ્યમાં કોઈ પક્ષ ગુજરાતી કે ગુજરાતને બદનામ કરવાની હિંમત ન કરી શકે. ગુજરાતને બદનામ કરનારાઓના છાપરા પડી ગયા પ્રવાસ દરમિયાનના અનુભવનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, પંજો અભરાઈ ગયો છે, કાર્યાલયોના શટરો બંધ દેખાય છે. ગુજરાતને બદનામ કરનારાઓના છાપરા પડી ગયા છે. તેમણે લોકોને સલાહ આપી કે જો આવા લોકો તમારી સોસાયટીમાં આવે તો તેમને બહાર કાઢતા પહેલાં એક સવાલ પૂછજો “ખડગેજીને આ સ્ટેટમેન્ટ ગુજરાત કોંગ્રેસ પ્રમુખે કે રાહુલ ગાંધીએ લખી આપ્યું હતું?” પાર્ટી બદલીને વિપક્ષમાં ગયા તેઓ ઘર ભેગા થવાના પૂર્વ ભાજપના સસ્પેન્ડ થયેલા અને હાલ કોંગ્રેસનો હાથ પકડનાર આશિષ જોષીને નામ લીધા વગર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તાયફો કરનારા જનસેવકોથી વડોદરાના વાસીઓ કંટાળી ગયા છે. જે લોકો પાર્ટી બદલીને વિપક્ષમાં ગયા છે, તેઓ ઘર ભેગા થવાના છે. લોકો પૂછે છે કે તમે માત્ર વિરોધ જ કરો છો? આ વખતે લોકો તેમને ઘર ભેગા કરવાના છે.
    Click here to Read More
    Previous Article
    PIએ લવજેહાદના કેસમાં 6 લાખની લાંચ માગી:કાર્યવાહી ન કરવા અધિકારી વતી લાંચના 2 લાખ લેતો વચેટીયો ઝડપાયો, PI ફરાર
    Next Article
    હીરાનગરીના હિત માટે મેનિફેસ્ટોનું યુદ્ધ, કોનો 'સંકલ્પ' સુરતીઓના દિલ જીતશે?:ત્રણ પક્ષો, ત્રણ વિચારધારા અને એક શહેર, પાલિકા ચૂંટણીમાં ભાજપનું 'સ્માર્ટ વિઝન', કોંગ્રેસનું 'લોક કલ્યાણ' અને આપનું 'ફ્રી મોડલ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment