Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PIએ લવજેહાદના કેસમાં 6 લાખની લાંચ માગી:કાર્યવાહી ન કરવા અધિકારી વતી લાંચના 2 લાખ લેતો વચેટીયો ઝડપાયો, PI ફરાર

    2 weeks ago

    વડોદરા ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરોએ અક્ષર ચોક ખાતે ટ્રેપ ગોઠવી પાદરા પોલીસ સ્ટેશનના પી.આઈ વતી 2 લાખની લાંચ લેતા એક ખાનગી વ્યક્તિને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નહીં મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. કેસમાં કાર્યવાહી ન કરવા 6 લાખની લાંચ માગી પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. ચારણે એક ઝઘડાના કેસમાં લવ જેહાદનો ગુનો બતાવી આગળની કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે 6 લાખની લાંચની માંગણી કરી હતી. ફરીયાદી આટલી મોટી રકમ આપવા માટે સક્ષમ ન હોવાથી અંતે 2 લાખમાં સોદો નક્કી થયો હતો. આ રકમ ખાનગી વ્યક્તિ સાજીદઅલી ગુલામરસુલ સૈયદ મારફતે લેવાઈ રહી હતી. અધિકારી વતી લાંચ લેતો વચેટીયો રંગેહાથે ઝડપાયો ફરીયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે વડોદરા ગ્રામ્ય એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે LCBએ ટ્રેપ ગોઠવી હતી. તા. 16 એપ્રિલ 2026ના રોજ બપોરે આશરે 3:50 વાગ્યે અક્ષર ચોક ખાતે રજવાડી ટી-સ્ટોલ સામે આરોપી સાજીદઅલી સૈયદે ફરીયાદી પાસેથી રૂ.2 લાખની લાંચ સ્વીકારી હતી. તે સમયે એ.સી.બી.ની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. ચારણના કહેવા મુજબ લાંચની માંગણી કરી હતી અને વારંવાર ફોન કરીને રકમ આપવા દબાણ કરતો હતો. હાલ પોલીસ ઇન્સ્પેક્ટર સ્થળ પર હાજર મળ્યા નથી અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી આ સમગ્ર ટ્રેપ કામગીરી એ.એન. પ્રજાપતિ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પર મદદનીશ નિયામક બી.એસ. પટેલ તથા નાયબ નિયામક બળદેવ દેસાઈ દ્વારા સુપરવિઝન રાખવામાં આવ્યું હતું.એ.સી.બી. દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આપઘાતના ચાર બનાવ:પિતાના વિયોગમાં દીકરીનો, પત્ની સાથે મનદુઃખ થતા આધેડનો, બીમારીથી કંટાળી વૃદ્ધાએ અને અગમ્ય કારણોસર કારખાનેદાર યુવાને કર્યો આપઘાત
    Next Article
    વડોદરામાં જાહેર સભામાં હર્ષ સંઘવીની ગર્જના:નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- પાર્ટી બદલીને વિપક્ષમાં ગયા તેઓ ઘર ભેગા થવાના, ગુજરાતીઓને બદનામ કરનારાઓને જનતા છોડશે નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment