Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્ગ અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના કરૂણ મોત:મહેસાણાના મીઠા-જોટાણા રોડ પર બાઈક અને દૂધના વાહન વચ્ચે ભયાનક અકસ્માત

    2 weeks ago

    મહેસાણા જિલ્લાના મીઠાથી જોટાણા જવાના માર્ગ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ખારા અને હરસિદ્ધ વાડી વચ્ચે એક બાઈક અને દૂધના વાહન વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ બાઈકમાં આગ લાગી હતી અને તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. બે યુવાનોના મોતથી પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું અકસ્માતની આ ઘટનામાં બાઈક સવાર વિશાલ કુમાર ચૌધરી (ઉંમર: 30 વર્ષ, રહે. ખારા) અને કિશન બાબુભાઈ રાવળ (ઉંમર: 32 વર્ષ, રહે. જોટાણા)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બે યુવાનોના અકાળે અવસાનથી ખારા અને જોટાણા પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અકસ્માત બાદ બાઈકમાં લાગેલી આગ અને રસ્તા પર થયેલી ભીડને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. સાંથલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. બંને યુવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે જોટાણા સી.એચ.સી. (CHC) ખાતે ખસેડવામાં આવ્યા છે. સાંથલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને દૂધના વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસની કડક કાર્યવાહી:વડોદરામાં 16 દિવસમાં પરવાનાવાળા 1824 હથિયારો પોલીસે જમા લીધા, 32 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પકડ્યો, ડ્રિંક એન્ડ ડ્રાઈવના 71 કેસ કર્યા
    Next Article
    Bharuch News | ભરૂચમાં ભાજપે મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક નિર્ણય લીધો | Sthanik Swaraj Election 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment