Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસની કડક કાર્યવાહી:વડોદરામાં 16 દિવસમાં પરવાનાવાળા 1824 હથિયારો પોલીસે જમા લીધા, 32 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પકડ્યો, ડ્રિંક એન્ડ ડ્રાઈવના 71 કેસ કર્યા

    2 weeks ago

    વડોદરા મહાનગર પાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત 1 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન પોલીસે આદર્શ આચારસંહિતાના કડક અમલ માટે શહેરભરમાં વિવિધ સ્તરે પગલાં લીધા છે. શસ્ત્રો જમા કરાવવાની કામગીરી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરમાં લાયસન્સ ધરાવતા 2364 હથિયાર પરવાનેદારોમાંથી 1824 હથિયારો પોલીસ મથકે જમા કરાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત બેંક સિક્યુરિટી અને સ્પોર્ટ્સ એકેડેમી જેવા 506 ધારકોને મુક્તિ આપવામાં આવી છે. પ્રોહિબિશન અને બુટલેગરો પર ત્રાટકેલી પોલીસ દારૂબંધીના કડક અમલ માટે પોલીસે હિસ્ટ્રીશીટર અને બુટલેગરો પર કડક કાર્યવાહી કરી છે: પ્રોહિબિશન 585 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં 1617 લિટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. 32.26 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 6308 જપ્ત કરી છે. પોલીસે કુલ 59.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અટકાયતી પગલાં અને વોરંટ બજવણી ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો ચૂંટણીમાં ખલેલ ન પહોંચાડે તે માટે 2654 જેટલી વ્યક્તિઓ સામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા અને પાસા હેઠળ પગલાં લેવાયા છે: આ ઉપરાંત, લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા કુલ 1139 બિન-જામીનપાત્ર વોરંટ (NBW) બજાવવામાં આવ્યા છે, જે કુલ વોરંટના 87% છે. વાહન ચેકિંગ અને અન્ય વિગતો વડોદરા શહેરના 11 ચેક-પોસ્ટ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 10,170 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 71 કેસ નોંધાયા છે. 228 વાહનો ડિટોઈન કરાયા છે. પોલીસ કમિશનરની સૂચના મુજબ, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ કડક ઝુંબેશ ચાલુ રહેશે, જેથી નાગરિકો કોઈપણ ભય વગર મતદાન કરી શકે.
    Click here to Read More
    Previous Article
    ટિકિટ ન મળતા આર્મીમેન રડી પડ્યા:694 સીટ બિન હરીફ અને 25,568 ઉમેદવારો વચ્ચે જંગ, કાનાણીએ કહ્યું- સત્તામાં આવવાના નથી એટલે તાજમહેલ લાવી દેવાના વાયદા કરશે
    Next Article
    માર્ગ અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના કરૂણ મોત:મહેસાણાના મીઠા-જોટાણા રોડ પર બાઈક અને દૂધના વાહન વચ્ચે ભયાનક અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment