Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબ કિંગ્સે ટૉસ જીતી બોલિંગ લીધી:રોહિત શર્મા ઈજાના કારણે બહાર, હારની હેટ્રિક બાદ હાર્દિકના હીરોઝને જીતની આશા

    1 week ago

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 24મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો સામનો પંજાબ કિંગ્સ (PBKS) સામે થશે. આ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. પંજાબ કિંગ્સે ટૉસ જીતી બોલિંગ લીધી છે. કેપ્ટન શ્રેયસ ઐયરે જાહેરાત કરી કે પાછલી મેચની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. MI એ બે ફેરફાર કર્યા છે. રોહિત શર્મા અને મિશેલ સેન્ટનર આ મેચ રમી રહ્યા નથી. ક્વિન્ટન ડી કોક અને મયંક રાવતને તક આપવામાં આવી છે. ગઈ સીઝનમાં બંને ટીમ બે વાર આમને-સામને આવી હતી અને બંને વખતે પંજાબનો વિજય થયો હતો. પંજાબ આ સીઝનમાં 4માંથી 3 મેચ જીતીને બીજા નંબરે છે. આજે જીતીને પંજાબ પાસે પોઇન્ટ્સ ટેબલમાં નંબર-1 પર પહોંચવાની તક છે. તેમની કોલકાતા સામેની એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. બીજી તરફ મુંબઈને 4માંથી માત્ર 1 મેચમાં જીત મળી છે. મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ- 11: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફેન રધરફોર્ડ, નમન ધીર, મયંક રાવત (ડેબ્યૂ), શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ. પંજાબ કિંગ્સની પ્લેઈંગ- 11: પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
    Click here to Read More
    Previous Article
    Kheer, phirni, pongal: TasteAtlas global list puts 6 Indian rice puddings on the map
    Next Article
    ગુજરાત માથે માવઠાનું મંડાણ:રવિ-સોમમાં વરસાદની આગાહી, MLA કુમાર કાનાણીએ જબરો કટાક્ષ કર્યો, દબંગ મધુ શ્રીવાસ્તવે ધમકી આપી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment