Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મહત્યા પ્રયાસ બાદ અંતે પોલીસ ફરિયાદ:મનપાના એન્જિનિયર સહિતના બે સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ, ​જૂનાગઢમાં ન્યાય માટે અરજદારે એસપી કચેરીએ ફિનાઈલ પીધું હતું

    4 days ago

    જૂનાગઢમાં જાગૃત નાગરિક અને તંત્ર વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મહાનગરપાલિકામાં પોતાની મનમાની ચલાવતા અને નિર્ધારિત સમયે કચેરીએ હાજર ન રહેતા કર્મચારીઓની પોલ ખોલવી એક અરજદાર માટે આફત બની ગઈ છે. પાલિકાના વહીવટમાં ચાલતી લાપરવાહી અને અધિકારીઓની આપખુદશાહીનો વીડિયો ઉતારનાર અરજદાર પર થયેલા હુમલા બાદ ન્યાય મેળવવા માટે તેમને આત્મઘાતી કદમ ઉઠાવવાની ફરજ પડી હતી. પોલીસ તંત્ર દ્વારા સતત કરવામાં આવેલી ઉપેક્ષાને કારણે હતાશ થઈ તેમણે એસપી કચેરી ખાતે જ આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ આ સમગ્ર વિવાદ ત્યારે વકર્યો જ્યારે અરજદારે મનપાની બાંધકામ શાખામાં કર્મચારીઓની ગેરહાજરી અને સમયપાલનના અભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો. જાગૃત નાગરિક તરીકે અરજદારે જ્યારે આ મનમાનીનું ફેસબુક લાઈવ કર્યું, ત્યારે ઉશ્કેરાયેલા એન્જિનિયર પાનસુરીયા અને અન્ય સ્ટાફે તેમની સાથે ઝપાઝપી કરી જાતિગત અપમાન કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, સાચા અરજદારની ફરિયાદ લેવાને બદલે પોલીસે કર્મચારીઓની તરફેણ કરી હતી. અંતે, પીડિતે ફિનાઈલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરતા પોલીસ હરકતમાં આવી હતી અને એન્જિનિયર સહિતના શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શું છે સમગ્ર ઘટના? આ સમગ્ર વિવાદની શરૂઆત ગત 13 એપ્રિલ ૨૦૨૬ના રોજ સોમવારે સવારે થઈ હતી. જૂનાગઢના પોતાના વિસ્તારમાં થતા ગેરકાયદે બાંધકામની રજૂઆત કરવા માટે અરજદાર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં ગયા હતા. સવારના 11:15 વાગ્યા જેવો સમય હોવા છતાં ઓફિસમાં મોટાભાગનો સ્ટાફ ગેરહાજર હતો અને લાઈટ-પંખા ચાલુ હતા. આ દ્રશ્ય જોઈને અરજદારે જાગૃત નાગરિક તરીકે સોશિયલ મીડિયા પર ફેસબુક લાઈવ શરૂ કર્યું હતું. આ લાઈવ વીડિયો વાયરલ થતા જ ઓફિસમાં હાજર કર્મચારીઓ રોષે ભરાયા હતા અને હડતાલ પર ઉતરી ગયા હતા. અરજદારને અપમાનજનક શબ્દો બોલ્યા અરજદારે ફરિયાદ નોંધાવી હતી કે મનપામાં વીડિયો ઉતારતા જોઈને ત્યાં હાજર એન્જિનિયર પાનસુરીયા અને અન્ય સ્ટાફે તેમને ઘેરી લીધા હતા. ઓફિસમાં જ તેમની સાથે ઝપાઝપી શરૂ કરવામાં આવી અને ઢીંકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, અરજદારે આક્ષેપ કર્યો છે કે એક કર્મચારીએ તો પોતાનું ચપ્પલ કાઢીને તેમના મોઢા પર વારંવાર પ્રહાર કર્યા હતા. આ હુમલા દરમિયાન કર્મચારીઓએ અરજદારને જ્ઞાતિ પ્રત્યે અત્યંત અપમાનજનક શબ્દો વાપરીને તેમને જાહેરમાં નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાને કારણે અરજદારને હોસ્પિટલ ભેગા થવાની નોબત આવી હતી. કોમ્પ્યુટર ઓપરેટરે અરજદાર સામે ફરિયાદ કરી હતી ​ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટના બાદ જ્યારે અરજદાર ન્યાય માંગવા પોલીસ પાસે પહોંચ્યા, ત્યારે તેમને કડવો અનુભવ થયો હતો. એક તરફ મનપાના કર્મચારીઓએ પોતાની બેદરકારી છુપાવવા માટે હડતાળ પાડી દીધી હતી અને મનપા કમિશનરની મધ્યસ્થીથી અરજદાર સામે જ સામી ફરિયાદ નોંધાવી દીધી હતી. કોમ્પ્યુટર ઓપરેટર જીતેન્દ્ર દાસાએ કરેલી આ ફરિયાદમાં અરજદાર પર ગેરવર્તન અને સરકારી કામમાં રુકાવટના આક્ષેપો કરવામાં આવ્યા હતા. નવાઈની વાત એ હતી કે કર્મચારીઓની ફરિયાદ પર પોલીસે ત્વરિત ગુનો નોંધ્યો, પરંતુ ગંભીર રીતે ઘવાયેલા અને અપમાનિત થયેલા દલિત અરજદારની ફરિયાદ લેવામાં ઠાગાઠૈયા કરવામાં આવ્યા હતા. અરજદારે એસપી કચેરીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ​પોલીસના પક્ષપાતી વલણથી કંટાળીને અને બી-ડિવિઝન પોલીસના પીઆઈ તથા પીએસઆઈ દ્વારા ફરિયાદ નોંધવામાં વિલંબ કરાતા અરજદારે ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા. તેમને લાગ્યું કે ગરીબ અને પછાત વર્ગના માણસ માટે કાયદાના દરવાજા બંધ છે. આ આક્રોશ અને હતાશામાં તેમણે ગઈકાલે જૂનાગઢ એસપી કચેરી ખાતે જ ફિનાઈલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. એસપી કચેરી જેવા સુરક્ષિત ગણાતા સ્થળે અરજદારના આ પગલાથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ સમાચાર વાયુવેગે પ્રસરતા દલિત સમાજમાં પણ રોષ હતો. એન્જિનિયર પાનસુરીયા સહિત ત્રણ સામે ગુનો દાખલ ​અરજદારના આ ઉગ્ર પગલાં અને વધતા જતાં જનરોષને જોઈને આખરે જૂનાગઢ પોલીસે નમતું જોખ્યું હતું. પોલીસે મોડી રાત્રે એન્જિનિયર પાનસુરીયા અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. અરજદારે એસપીને આપેલા પત્રમાં સ્પષ્ટ માંગ કરી હતી કે જે પોલીસ અધિકારીઓએ ફરિયાદ લેવામાં બેદરકારી દાખવી છે તેમની સામે પણ એટ્રોસિટી એક્ટની કલમ 4(1) મુજબ પગલાં લેવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરની સંકલ્પ વિદ્યાલયમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો:વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધા અને 'ચુનાવ પાઠશાલા' દ્વારા મહત્ત્વ સમજાવ્યું
    Next Article
    Unique decision in Gandhinagar | ચૂંટણીમાં દારૂ અને મહેફિલના આયોજનો મામલે અનોખો નિર્ણય | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment