Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરની સંકલ્પ વિદ્યાલયમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો:વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધા અને 'ચુનાવ પાઠશાલા' દ્વારા મહત્ત્વ સમજાવ્યું

    4 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદાન જાગૃતિ કાર્યક્રમો વેગવંતા બન્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ સંકલ્પ વિદ્યાલય ખાતે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમોના ભાગરૂપે, સંકલ્પ વિદ્યાલયમાં 'મતદાન જાગૃતિ' વિષય પર એક નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 'મતદાનનું મહત્વ' વિષય પર પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ લેખન દ્વારા લોકશાહીની મજબૂતી માટે દરેક નાગરિકના મતનું મહત્વ સમજાવ્યું હતું. વધુમાં, વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહીના મૂલ્યોથી માહિતગાર કરવા માટે 'ચુનાવ પાઠશાલા'નું પણ આયોજન કરાયું હતું. આ પાઠશાલા અંતર્ગત વિદ્યાર્થીઓને લોકશાહીના પર્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. શાળામાં એક નમૂનાનું મતદાન મથક તૈયાર કરીને વિદ્યાર્થીઓને મતદાન કેવી રીતે થાય છે અને લોકશાહીમાં તેની ભૂમિકા શું છે, તે વિશે પ્રાયોગિક અને વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    Women Reservation Bill in Parliament : महिला आरक्षण बिल पर Amit Shah का संबोधन | Amit Shah LIVE
    Next Article
    આત્મહત્યા પ્રયાસ બાદ અંતે પોલીસ ફરિયાદ:મનપાના એન્જિનિયર સહિતના બે સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ, ​જૂનાગઢમાં ન્યાય માટે અરજદારે એસપી કચેરીએ ફિનાઈલ પીધું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment