Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર કોર્ટનો મહત્વનો ચુકાદો:ચાંદખેડાથી મિત્રનું અપહરણ કરી જીવતો કેનાલમાં ફેંકી દેનાર બે હત્યારાઓને આજીવન કેદની સજા

    1 week ago

    ગાંધીનગર ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ચકચારી હત્યાના કેસમાં ગાંધીનગરની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મિત્રતા કેળવીને એક નિર્દોષ વ્યક્તિનું અપહરણ કરી તેને જીવતો નર્મદા કેનાલમાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારનાર બે નરાધમોને કોર્ટે આજીવન કેદની સજા અને 70,000ના દંડની સજા ફટકારી છે. બંનેએ સાથે મળીને કેતનભાઈને જીવતા જ કેનાલમાં ફેંકી દીધા આ બનાવની વિગતો મુજબ 31 ઓગસ્ટ, 2022ના રોજ રાત્રિના સમયે આરોપી ધવલકુમાર કનુભાઈ નાઈ (રહે.હરિ પાર્ક સોસાયટી, રબારીવાસ, ચાંદખેડા)અને મુકેશભારથી ભૂપતભારથી ગૌસ્વામીએ (રહે . સના ડાયમંડ કંપની, કડી) પૂર્વયોજિત કાવતરું ઘડીને કેતનભાઈ શાહનું તેમની જ ઇઓન ગાડીમાં ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસેથી અપહરણ કર્યું હતું. બાદમાં આરોપીઓ કેતનભાઈને શેરીશા ગામની સીમમાં પસાર થતી નર્મદા કેનાલ પાસે લઈ ગયા હતા. જ્યાં નજીવી બાબતે ઝઘડો કરી બંનેએ સાથે મળીને કેતનભાઈને જીવતા જ કેનાલમાં ફેંકી દીધા હતા. જેના કારણે તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે 6 સપ્ટેમ્બર, 2022ના રોજ ચાંદખેડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. કોઈ પણ વાંક વગર એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો જે ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ આશિષ જે. એસ. મલ્હોત્રાની કોર્ટમાં આ કેસ ચાલવા પર આવ્યો હતો. સરકાર પક્ષે એડીશનલ પબ્લિક પ્રોસીક્યુટર સુનિલ પંડ્યાએ દલીલો કરી હતી કે, આરોપીઓએ કોઈ પણ વાંક વગર એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો છે. આ કેસમાં નજરે જોનાર સાહેદની જુબાની અને કલમ-164 મુજબનું નિવેદન ગુનો સાબિત કરવામાં અત્યંત મહત્વનું પુરવાર થયું હતું. સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, આવા ગંભીર અપરાધમાં આરોપીઓ પ્રત્યે કોઈ રહેમ રાખ્યા વગર સખતમાં સખત સજા કરવામાં આવે.કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી આરોપી ધવલકુમાર નાઈ અને મુકેશભારથી ગૌસ્વામીને આઈપીસીની કલમ-365, 364, 302 અને 114 હેઠળ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને કુલ રૂ. 70,000ના દંડ ભોગવવા હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ SOGએ ગેસ ચોરીનું મોટું નેટવર્ક ઝડપ્યું:હાઈવે પર ટેન્કરમાંથી ગેરકાયદેસર રિફિલિંગ કરતા 3 ઝડપાયા
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મતદારોએ ઉધડો લેતા પ્રચાર કરવા ગયેલા નેતાઓએ ચાલતી પકડી, મેડલીંક ઈન્સ્ટિટ્યૂટમાં પોસ્ટર ફાડી ABVPનો વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment