Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહેલી પર વિશ્વાસ કરવો ભારે પડ્યો:પ્રસંગમાં પહેરવા તમારી સાડી બતાવો કહી બાદમાં કપડા બદલાવવાના બહાને રૂમમાંથી બહેનપણી સોનાના દાગીના ચોરી ગઈ

    1 week ago

    રાજકોટ શહેરમાં મિત્રતાના પવિત્ર સંબંધને લાંછન લગાડતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં રહેતા એક મહિલાના ઘરે પાડોશમાં રહેતી તેની જ બહેનપણીએ કપડાં બદલવાના બહાને ઘરમાં પ્રવેશ કરી, કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે. ભોગ બનનાર મહિલાએ બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ડિમાર્ટ પાછળ શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતા શિતલબેન સંજયભાઈ લિંબાસિયા ગત તા.12.04.2026ના રોજ બપોરના પોતાના ઘરે હતા ત્યારે તેમના જ પાડોશમાં રહેતી તેમની બહેનપણી મુસ્કાન રિયાજભાઈ સરવદી આવી હતી. મુસ્કાને આવી ફરિયાદીને જણાવ્યું હતું કે તેણે એક પ્રસંગમાં જવાનું હોવાથી તેને સારી સાડી જોઈએ છે. શિતલબેન પોતાની બહેનપણી પર વિશ્વાસ રાખી તેને પોતાની સાડીઓ બતાવી હતી. દરમિયાન મુસ્કાને ચાલાકી વાપરી સિતલબેનને જણાવ્યું કે, મારે બ્લાઉઝનું ફિટિંગ ચેક કરવું છે અને કપડાં બદલવા છે, તમે રૂમની બહાર જાઓ મને શરમ આવે છે. જેથી શિતલબેન પોતાની મિત્રની વાત માની રૂમની બહાર નીકળ્યા હતા. આ પછી તકનો લાભ ઉઠાવી મુસ્કાને અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને કબાટમાં રાખેલી તિજોરીમાંથી દાગીનાની ચોરી કરી હતી. થોડીવાર બાદ મુસ્કાન બહાર નીકળી સાડી લઈને રવાના થઈ ગઈ હતી. ત્યારબાદ જ્યારે શિતલબેન કબાટ ચેક કર્યો ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા કારણ કે તિજોરીમાંથી આશરે અડધા તોલાની સોનાની પાટલી, સોનાની કડીઓ, સોનાના દાણા, સોનાનું ”ઓમ” લખેલ પેન્ડન્ટ, ચાંદીની ઝાંઝરી અને રોકડ મળી કુલ રૂ.79,000ની મત્તા ગાયબ હતી. આ દિવસે તેમના પતિ બહારગામ હોવાથી તાત્કાલિક ફરિયાદ કરી ન હતી. જો કે ગઈકાલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી મુસ્કાનબેનની અટકાયત કરી તેની પાસેથી ચોરાઉ મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં 10 વૈજ્ઞાનિકો શંકાસ્પદ રીતે ગુમ-મોત:એક જ પેટર્ન; ઘરેથી નીકળ્યા, ફોન-વૉલેટ-ચાવી છોડી પાછા ન ફર્યા; ન્યુક્લિયર સિક્રેટ્સ જાણતા વૈજ્ઞાનિકો ટાર્ગેટ પર
    Next Article
    Migrants Are Faking Domestic Abuse To Fast-Track UK Permanent Residency

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment