Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુનીર ઈરાનમાં ને શાહબાઝ શરીફ કતાર પહોંચ્યા:કંઈક નવાજૂનીના એંધાણ, ઈઝરાયલ-લેબનોન વચ્ચે આજે બીજીવારની વાતચીત

    1 week ago

    અમેરિકી સેનાએ જણાવ્યું છે કે તેણે ઈરાનના બંદરો પરથી નીકળવાનો પ્રયાસ કરી રહેલા 10 જહાજોને પરત મોકલી દીધા છે. અમેરિકી સેનાએ ઈરાનના દરિયાઈ વિસ્તારમાં નાકાબંધી કરી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, સોમવારથી શરૂ થયેલી આ નાકાબંધી પછી અત્યાર સુધી કોઈ પણ જહાજ તેને પાર કરી શક્યું નથી. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા નાકાબંધી નહીં હટાવે, તો તે ખાડી વિસ્તારમાં વેપારમાં અવરોધ ઊભો કરી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે આજે ઈઝરાયલ અને લેબનોનના નેતાઓ યુદ્ધ સમાપ્ત કરવા અંગે વાતચીત કરશે. છેલ્લા 34 વર્ષમાં બંને દેશો વચ્ચે આ પ્રથમ સીધી વાતચીત હશે. ઈઝરાયલ અને લેબનોનના નેતાઓ છેલ્લે 1991માં મેડ્રિડ કોન્ફરન્સમાં સામસામે બેઠા હતા. અમેરિકા અને ઈરાન 21 એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહેલા સીઝફાયર પહેલા સમજૂતીની નજીક પહોંચી રહ્યા છે. અમેરિકી મીડિયા અનુસાર, બંને પક્ષો વચ્ચે વાતચીત આગળ વધી છે, જોકે કેટલાક મતભેદો હજુ પણ બાકી છે. આ દરમિયાન તેહરાનમાં ઈરાની અધિકારીઓ અને પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીર વચ્ચે મહત્વની બેઠક થશે. મુનીર પહેલેથી જ ઈરાન પહોંચીને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી ચૂક્યા છે અને તેઓ અમેરિકી સંદેશ લઈને ગયા છે. પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે. બીજી તરફ, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથે મળીને વાતચીત અને ડ્રાફ્ટ પ્રસ્તાવ શેર કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડીલ માટે સીઝફાયર લંબાવવામાં આવી શકે છે, જોકે અમેરિકાએ હજુ સુધી સત્તાવાર સંમતિ આપી નથી. યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 123 પોઈન્ટ ઘટીને 77,989 પર બંધ:નિફ્ટી પણ 35 પોઈન્ટ ઘટીને 24,197 પર આવ્યો; ઓટો શેરોમાં સૌથી વધુ વેચવાલી
    Next Article
    અમેરિકામાં 10 વૈજ્ઞાનિકો શંકાસ્પદ રીતે ગુમ-મોત:એક જ પેટર્ન; ઘરેથી નીકળ્યા, ફોન-વૉલેટ-ચાવી છોડી પાછા ન ફર્યા; ન્યુક્લિયર સિક્રેટ્સ જાણતા વૈજ્ઞાનિકો ટાર્ગેટ પર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment